પંચમહાલ જીલ્લા સહિત શહેરાના વિદ્યાર્થીઓના નીટ પરીક્ષાના પરીણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમ

શહેરા,

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય કક્ષાની વર્ષ 2022 નીટ ની પરીક્ષાના પરિણામની રાહ દેખી રહયા હતા. તે નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં કહી ખુશી અને કહી ગમનો માહોલ છવાયો હતો. જ્યારે તાલુકા માંથી પણ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા નીટની પરિક્ષા આપી હતી. જેમાં નગરના હુસેની ચોક વિસ્તારમાં રહેતા એઝાઝખાન અહેમદખાન પઠાણ એ નીટની પરિક્ષામાં 720માંથી 567 માર્કસ મેળવા સાથે સારા ટકાએ પાસ થતા પઠાણ પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. એઝાઝખાન નીટની પરીક્ષામાં સારા ગુણ થી પાસ થતાં તેને અમદાવાદની સોલા મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં સરકારી બેઠકમાં પ્રવેશ પણ મળી ગયો હતો. જ્યારે વિદ્યાર્થીને તેના સગા સંબંધીઓ અને સ્નેહીજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા હતા. જ્યારે એઝાઝ ખાન અહેમદખાન પઠાણએ નીટની પરીક્ષામાં સારા માર્કસ સાથે પાસ થતા મુસ્લિમ સમાજ તેમજ શહેરા નગરનુ ગૌરવ વધાર્યું છે.