ગોધરા, પંચમહાલ જીલ્લાના ગોધરા સહિત તાલુકાઓમાં સમી સાંજે કડાકા ધડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
પંચમહાલ જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસમાં મેધરાજાએ વિરામ લેતાં ભારે ઉકળાટ અનુભાઈ રહ્યો હતો. આજરોજ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ સર્જાયું હતું અને સમી સાંજે કડાકા ધડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ પડયો હતો. ધોધમાર વરસાદને લઈ શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જ્યારે ખેડુતોમાં પણ આનંદ વ્યાપી જવા પામ્યો છે.
પંંચમહાલમાં નોંધાયેલ વરસાદના આંકડા….
ગોધરા – 2.5 ઈંચ
શહેરા – —
હાલોલ – 1.5 ઈંચ
કાલોલ – 3 ઈંચ
મોરવા(હ) – —
ધોધંબા – 1 ઈંચ
જાંબુધોડા – —