પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં ચાર દિવસના વિરામ બાદ વહેલી સવારથી ગોધરા સહિત જીલ્લામાં વહેલી સવારે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદ બાદ વરસાદ રહી જતાંં છેલ્લા ચાર દિવસથી તાપમાન વધ્યુંં હતું અને ભારે ઉકળાટ વચ્ચે લોકો પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
રાજ્ય હવામાન વિભાગ દ્વારા મુખ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ હતી. તે મુજબ પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પંચમહાલ સહિત ગોધરામાં ચાર દિવસ વરસાદે વિરામ લેતાં લોકો ગરમી અને ઉકળાટથી પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે વહેલી સવારથી વરસાદ પુન: શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સાથે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણને લઈ વાતાવરણ અહલાદક બન્યું હતું.
પંચમહાલ જીલ્લામાં આજે નોંધાયેલ વરસાદના આંકડા…
શહેરા – 17 મી.મી.
મોરવા(હ) – 59 મી.મી.
ગોધરા – 28 મી.મી.
કાલોલ – 08 મી.મી.
હાલોલ – 7 મી.મી.
ધોધબા – 16 મી.મી.
જાંંબુધોડા -29 મી.મી.