પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં ઉત્તરાયણના પર્વમાં પ્રતિબંધીત જીવલેણ ચાઈનીઝ દોરીનુંં વેચાણ થતું અટકાવવા અત્યારથી કાર્યવાહી જરૂરી

  • શહેરા ખાતેથી ચાઈનીઝ દોરીના ફિરકા ઝડપ્યા તે પ્રતિબંધીત દોરીનુંં વેચાણ થતું હોવાનું પુરાવો.

ગોધરા,

પંચમહાલ જીલ્લ સહિત ગોધરામાં ઉત્તરાયણના પર્વમાંં પ્રતિબંધીત જીવલેણ ચાઈનીઝ દોરીનું વેચાણ અમુક વેપારીઓ સારા એવા નફાની લાલચમાં વેચાણ કરતાં હોય છે. જીલ્લામાં ચાઈનીઝ દોરીના પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ થાય અને તેની અમલવારી પહેલા ચાઈનીઝ દોરીનું વેચાણ શરૂ થઈ જતું હોય છે. ત્યારે ગોધરા સહિતના અન્ય શહેરોમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં વેપારીઓની દુકાન અને વખારો ઉપર તપાસ કરીને ચાઈનીઝ દોરીના વેચાણને બંધ કરાવવા અત્યારથી કાર્યવાહી કરવી જરૂરી છે.

પંંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં ઉત્તરાયણના પર્વ ઉલ્લાસના પર્વમાં પ્રતિબંધીત અને પ્રાણધાતક ચાઈનીઝ દોરીના ઉપયોગ સામે પ્રતિબંધ હોવા છતાંં ધુમ ઉપયોગ થાય છે અને આવી ચાઈનીઝ દોરીને કારણે કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાય જતા હોય છે. સાથે અબોલ પક્ષીઓના જીવ પણ જતા હોય છે. જેને લઈ રાજ્યભરમાં ચાઈનીઝ દોરીના ઉ5યોગ સામે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે અને તેના વેચાણ સામે કાયદેસર કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. તેમ છતાં પંચમહાલમાં ગોધરા સહિત તમામ જગ્યાએ પતંગ દોરીનો ધંધો કરતા વ્યવસાહિકો ચાઈનીઝ દોરી ઉ5ર સારા નફાની લાલચમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું ચોરી છુપીથી વેચાણ કરતા હોય છે. ગોધરા શહેરમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ઉત્તરાયણના પર્વના ચાર થી પાંચ દિવસ માટે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં રેડ કરીને કાર્યવાહી કરે છે પરંતુ તે પહેલા ચાઈનીઝ દોરીનું મોટાપ્રમાણમાં વેચાણ થઈ ગયું હોય છે અને તેની જાણકારી ઉત્તરાયણના પર્વમાં ચાઈનીઝ દોરીની લોકોના ધાયલ થયાના સમાચાર બાદ તેની ખાત્રી થાય છે. ત્યારે ઉત્તરાયણના પર્વને 15 દિવસ જેવો સમય બાકી છે. તે પહેલા જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ચાઈનીઝ દોરીના વેચાણ થતું અટકાવી આવા વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરે તે જરૂરી છે.