પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં ઉત્તરાયણમાંં પતંંગ દોરીના વ્યવસાહિકો પ્રાણધાતક પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું વેચાણ કરે તે પહેલા તંંત્ર સજજ થાય તો આવી દોરીથી નિર્દોષ લોકોનો ભોગ બનતા અટકે

ગોધરા,

રાજ્ય સરકાર દ્વારા પ્રાણધાતક ચાઈનીઝ દોરીના ઉ5યોગ ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. તેમ છતાં ઉત્તરાયણના પર્વમાં ચાઈનીઝ દોરીનો ધૂમ ઉપયોગ અને વેચાણ થતું જોવા મળે છે અને પ્રતિબંધીત ચાઈનીઝ દોરીને લઈ કેટલાય લોકોને જીવ ગુમાવવાનો વખત આવતો હોય છે. ત્યારે ઉત્તરાયણ પર્વને ટુંકા દિવસે બાકી છે. ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ અને ઉપયોગ પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં ન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ અત્યારથી તેની ચુસ્ત અમલવારી કરાવે તે જરૂરી છે.

ઉત્તરાયણના પર્વના ટુંકા દિવસો બાકી રહ્યા છે. ત્યારે પતંગ દોરીનો ધંધો કરતાં વેપારીઓ પોતાના પતંગ દોરીના વ્યવસાહ માટે સજજ બન્યા છે. ઉત્તરાયણના આનંદ ઉત્સવના પર્વમાં પ્રાણધાતક ચાઈનીઝ દોરી અનેક લોકો માટે જીવલેણ સાબિત થતી હોય છે. હજી ઉત્તરાયણ પર્વને વાર છે. તેમ છતાં રાજ્યમાં સુરત અને ભરૂચ શહેરમાંં પ્રાણધાતક પ્રતિબંધિત દોરીના લઈ બે લોકોને જાન ગુમાવ્યા છે. પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં વહિવટી તંત્ર દ્વારા ચાઈનીઝ દોરી પ્રતિબંધિત હોવાનુંં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતુંં હોય છે. જાહેરનામું પ્રસિદ્ધ થાય તે પહેલા પતંગ દોરીનો વ્યવહાર કરતાં ધંધાદારીઓ વધારે નાણા કમાવવાની લાલચમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરી દેવામાં આવતુંં હોય છે અને ઉત્તરાયણના દિવસો દરમિયાન પણ જીલ્લા સહિત ગોધરામાં અનેક વેપારીઓ ચોરી છુપી રીતે ચાઈનીઝ દોરીનુંં વેચાણ કરતા હોય છે. ચાઈનીઝ દોરી માત્ર માનવી નહિ પરંતુ પશુ-પક્ષીઓ પણ ભોગ બનતા હોય છે. દર વર્ષે સરકાર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ પ્રતિબંધીત હોવાનુંં જાહેરનામુંં બહાર પાડવા છતાં કમાણીની લ્હાયમાં વેપારીઓ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે. જેને લઈ ઉત્તરાયણના પર્વ શરૂ થાય ત્યારથી ઉત્તરાયણ પર્વ પુરો થાય ત્યાં સુધી અનેક લોકોને ચાઈનીઝ દોરીના કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે ઉત્તરાયણ પર્વને 25 દિવસનો સમયગાળો બાકી છે. ત્યારે તે પહેલા પંંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં પતંગ દોરીના વ્યવહાર કરતાં વેપારીઓને ધંધા સ્થળેા અને ગોડાઉન ઉપર પોલીસ દ્વારા ચેકીંગ કરીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાંં ધંધાદારીઓ ઉપર કાયદેસર પગલાં ભરવામાં આવે જેથી આવી પ્રાણધાતક દોરીનો ભોગ બની નિર્દોષ લોકો ભોગ બનતા અટકી શકે છે.