પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને ટીમ દ્વારા મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે આવેલ મહાકાલી HP ગેસ એજન્સી માં આક્સમિક તપાસણી કરતા ઉજ્વલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન લીધેલ લાભાર્થીઓ સાથે સીધી ટેલિફોન દ્વારા વાત કરતા લાભાર્થીઓ પાસેથી કનેક્શન દીઠ 500 થી 600 રૂપિયા લેવામાં આવેલ એવી હકીકત બહાર આવેલ હતી તેમજ ગેસ સિલિન્ડર ની ગ્રાહકોને હોમ ડિલીવરી પણ કરવામાં આવતી નહોતી, ઉપરાંત ફરીથી ગેસનો બોટલ ભરાવામાં આવેતો 918 રુપ્યા ની જગ્યાએ 950 રુપ્યા વસૂલ કરવામાં આવતા હતા.એટલે કે ઓવર ચાર્જ વસુલવામાં આવતો હતા તેમજ 347 ગેસ સિલિન્ડર ભરેલા અને ખાલી ની ઘટ મળી આવી હતી તેમજ 13 પ્રેશર રેગ્યુલેટર ની પણ ઘટ મળી આવી હતી જે અંગે એજંસી દ્વારા કોઈ સંતોષકારક ખુલાસો રજુ કરી શેકેલ નથી તેમજ ડિલીવરી વખતે ગ્રાહકોને ડિલીવરી ચલણ પણ એટલે કે બિલ પણ આપવામાં આવતું નથી.
જેથી આ તમામ ગેરરીતિ ધ્યાને આવતા 50 ભરેલા ગેસ સિલિન્ડર જેની કિંમત 45900 થાય છે જે જમ (સિઝ) કરી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવતા આ પ્રકાર ની ગેરરિતી આચરનાર ગેસ એજન્સી ચલાવનાર સંચાલકો મા ભય સાથે નો સન્નાટો પ્રસરી જવા પામયો છે.