પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી ટીમે ભામૈયા એફસીઆઇમાં ફરજ બજાવતા શહેરા દલવાડાના ડ્રાઈવરોના ધરે તપાસ કરી ચોખા અને ધઉંના 12 કટ્ટા સરકારી જથ્થો ઝડપ્યો

ગોધરા, ગોધરા ભામૈયા એફસીઆઈ ગોડાઉન ખાતે નોકરી કરતાં ત્રણ ડ્રાઈવરોના ધરે પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોખાના-8 અને ધઉંના -3 કટ્ટા મળી આવ્યા. પુરવઠા અધિકારીએ ઝડપાયેલ સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.

પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા આજરોજ શહેરા તાલુકા મામલતદાર કચેરીને સાથે રાખી ગોધરાના ભામૈયા એફસીઆઈ ગોડાઉનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને શહેરા તાલુકાના દલવાડા ગામે ચોરા ફળીયામાં રહેતા ત્રણ ડ્રાઈવરોના ધરે જીલ્લા પુરવઠા વિભાગ અને શહેરા મામલતદાર ની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં ગેરકાયદેસર સંંગ્રહ કરેલ 8-ચોખાના કટ્ટા અને 4-ધઉંના કટ્ટા મળી સરકારી અનાજના 12 કટ્ટા મળી આવ્યા હતા. આ અનાજનો કટ્ટાનો જથ્થો સીઝ કરી શહેરા સરકારી ગોડાઉનમાંં મોકલી આપવામાં આવ્યો હતો. ગોધરાના ભામૈયા એફસીઆઈ ગોડાઉનમાંં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય તેવા ત્રણેય ડ્રાઈવરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.