પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી શહેરા તાલુકાની 11 સરકારી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ દરમિયાન ચાર દુકાનો માંથી અનાજની વધ-ધટ સામે આવી

  • બોરીયા, શેખપુર, ડોકવા, ઉમરપુર ગામની સસ્તા અનાજની દુકાનો માંથી 36 કટ્ટા અનાજની વધ-ધટ જણાઈ.
  • બોરીયા, ઉમરપુર ગામે સસ્તા અનાજની દુકાન માંંથી ધઉંના 10 કટ્ટાની વધ મળતાં જથ્થો સીઝ કરાયો.

શહેરા,પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા શહેરા તાલુકાની 11 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિતક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચાર દુકાનો માંથી ધઉં, ચોખા, મોરસની વધ-ધટ સામે આવતાં ચાર સરકારી દુકાનદારો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા 22 ફેબ્રુઆરીના રોજ શહેરા તાલુકાના શેખપુર, સંભાલી, કોઠા, હોસેલાવ, ઝોઝ, તાડવા, ઉંમરપુર, ડોકવા, બોરીયા, ભોરીયા-2, ગમનબારીયા મુવાડા મળી 11 સરકારી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન શેખપુર ગામની સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ધઉં-8 કટ્ટાની ધટ, ચોખા-6 કટ્ટાની ધટ સામે આવી હતી. બોરીયા સસ્તા અનાજની દુકાન માંથી ધઉં-36 કટ્ટા વધ અને ખાંડ 60 કિલો, 1 કટ્ટાની ધટ, ડોકવા સરકારી દુકાન માંથી ધઉંના -5 કટ્ટાની ધટ અને ચોખા-6 કટ્ટાની ધટ, ઉંમરપુર સરકારી દુકાનમાં તપાસ દરમિયાન ધઉંના-7 કટ્ટાની વધ સામે આવી હતી. આમ શહેરા તાલુકાની સરકારી સસ્તા અનાજની 11 દુકાનોમાં તપાસ દરમિયાન ચાર દુકાનો માંથી અનાજ ચોખા, ધઉં અને મોરસમાં વધ-ધટ સામે આવી 10 કટ્ટાની વધુ અને 26 કટ્ટાની ધટ મળી કુલ 36 કટ્ટાની વધ-ધટ જેની બજાર કિંમત 55,680/-રૂપીયા થવા જાય છે. તેમજ તપાસ દરમિયાન સરકારી સસ્તા અનાજની દુકાનોમાં તપાસ મુજબ બોર્ડ કે રેકર્ડ નિભાવેલ આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. જીલ્લા પુરવઠા અધિકારી અને ટીમની તપાસ દરમિયાન ઉંમરપુર અને બોરીયા ગામે સસ્તા અનાજની દુકાન માંથી ધઉંના 1 કટ્ટા વધ કિંમત 13,356/-રૂપીયાનો જથ્થો સીઝ કરી ચાર સરકારી સસ્તા અનાજના પરવાનેદારો વિરૂદ્ધ નિયમોનુસાર કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.