ગોધરા, પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા આજરોજ ધોધંબા તાલુકાના વાવજાબ ગામે રેશનીંગ દુકાનનું આકસ્મિત ચેકીંંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન અનાજની ધટ અને ગેરરીતિ જણાઈ આવતાં દુકાનદારો પરવાનો રદ કરવામાંં આવ્યો.
પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા દિવાળીના તહેવારમાં જીલ્લામાં આવેલ સરકારી રેશનીંગના સંચાલકો દ્વારા સરકારે નિયત કરેલ અનાજના પુરવઠો કાર્ડ ધારકોને આપતા ન હોય તેવી અનેક ફરિયાદો મળતા જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા જીલ્લાના તમામ તાલુકાઓની ફરિયાદ ધરાવતી હોય તેવી રેશનીંગ દુકાનોનુંં ચેકીંગ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા પાંચ દિવસની જીલ્લા પુરવઠા અધિકારી કચેરીની ટીમ સાથે આકસ્મિત ચેકીંગ કરાતું હોય આજરોજ પુરવઠા અધિકારી ધોધંબા તાલુકાના વાવજાબ ગામે રેશનીંગ દુકાનની આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રેશનીંંગ દુકાનના ચેકીંગ દરમિયાન 237 અનાજના કટ્ટા, 3 મોરસના કટ્ટા તેમજ 123 સીંગતેલના પાઉચની ધટ મળી આવી હતી. જેને લઈ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા વાવજાબ ગામના જીવણભાઈ બચુભાઈની દુકાનને આવશ્યક ચીજવસ્તુઓમાંં ગેરરીતિ આચરવામાંં આવતા તાત્કાલીક અસરની સરકારી દુકાનનો પરવાનો રદ કરવામાં આવ્યો. ધોધંબા તાલુકામાં જીલ્લા પુરવઠા અધિકારીની ચેકીંગમાં ગેરરીતિ ઝડપાતા દુકાનનો પરવાનો રદ કરતાં તાલુકાના અન્ય રેશનીંગ દુકાન સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે.