પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારીએ કાલોલ, ધોધંબા અને હાલોલની 18 દુકાનોમાં ચેકીંગ કર્યું

  • વેજલપુર સસ્તા અનાજની દુકાન માંંથી ચોખા, બાજરી અને તુવેરદાળનો વધતો જથ્થો સીઝ કર્યો.

ધોધંબા,પંચમહાલ જીલ્લામાં આવેલ કાલોલ ઘોઘંબા અને હાલોલ તાલુકામાં આવેલ 18 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનો ઉપર જીલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા તથા તેમની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કાલોલ તાલુકામાં આવેલ સરકાર માન્ય પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર વેજલપુર ગામની દુકાનમાંથી બે કટ્ટા અનાજની વધ આવતા સરકાર સસ્તા અનાજના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા અને તેમની ટીમ ગઇકાલે પંચમહાલ જીલ્લા આવેલ કાલોલ, ઘોઘંબાના હાલોલ તાલુકામાં આકસ્મિક ચેકીગ હાથ ધરવામાં આવી હતી જેમાં કાલોલ તાલુકામાં સમાવેશ થતી 1.વેજલપુર મંડળી 2. ખરસાલીયા 3. કરાડા 4. ખંડેવાળ 5. બેઢિયા-1 6. બેઢિયા -2 7. બેઢીયા-3 8. દેલોલ-1 9. દેલોલ-2 10. દેલોલ-3 11. દેલોલ -4 તથા ઘોઘંબા તાલુકાની 1. દોલતપૂરા 2. ચંદ્રનગર 3. કણબી પાલ્લા ઘોઘંબા 4. રણજીતનગર -1 5. રણજીતનગર -2 તથા હાલોલ તાલુકાની 1. ઢિકવા-2 2.કંટેલી ગામની આમ, પંચમહાલ જીલ્લા આવેલા ત્રણેય તાલુકાની કુલ મળી 18 જેટલી સરકાર માન્ય વાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરવામાં હાથ ધરવામાં આવી હતી.

જેમાં કાલોલ તાલુકાની સરકાર માન્ય પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર વેજલપુર ગામની ઋઙજમાં ,ચોખા 63 સલ 1 કટ્ટા વધ તથા બાજરી 41 સલ 1 કટ્ટાની વધ તથા તુવેરદાળ 16 સલની ધટ આમ કુલ મળી 02 કટ્ટાની વધ મળી આવી હતી જેની બજાર કિંમત રૂપિયા રૂ 5500 રૂપિયા થાય છે. આમ સરકારી સસ્તા અનાજની વાજબી ભાવના દુકાનદાર સામે વધ પડેલ જથ્થા અંતર્ગત કુલ રૂ. 5500 રૂપિયા જથ્થો સીઝ કરી કાલોલ તાલુકાના સરકાર માન્ય પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર વેજલપુર ગામના સંચાલક સામે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી