
પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા ટીમ દ્વારા ગોધરા ગ્રામ્ય, ધોધંબા, મોરવા(હ), હાલોલ, શહેરા, કાલોલમાંં આવેલ હોટલો, લારીઓ ઉપર ધંધા અર્થે ધરેલું રાંધણ ગેસનો ઉપયોગ થતો હોય તેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 200 થી વધુ સ્થળે રેઈડ કરી 160 ધરેલં, રાંધણ ગેસના બોટલ જપ્ત કરવામાં આવ્યા.

પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી ટી.એચ.મકવાણા અને ટીમ દ્વારા જીલ્લાના ગોધરા ગ્રામ્ય, ધોધંંબા, મોરવા(હ), હાલોલ, શહેરા અને કાલોલ તાલુકામાં ધરેલું રાંધણ ગેસનો કોર્મશીયલ એટલે ધંધા અર્થે ઉપયોગ થતો હોય તેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. હોટલો, લારીઓ, રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. ચેકીંગ દરમિયાન હાલોલ તાલુકા માંથી-25, મોરવા(હ)-38, શહેરા તાલુકા માંથી-32, ગોધરા ગ્રામ્ય-20, કાલોલ તાલુકા માંથી-10 અને ધોધંબા તાલુકા માંથી-10 મળી કુલ 160 જેટલા ધરેલું ગેસના બોટલ કિંમત 4.33 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. જીલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા જીલ્લામાં ધરેલું રાંધણ ગેસનો ગેરકાયદેસર રીતે થતાં કોર્મશીયલ ઉપયોગ ઉપર લગામ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેને લઈ ધંધામાં ધરેલું ગેસનો ઉપયોગ કરતાં ધંધાદારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આજરોજ જીલ્લા માંથી 160 ધરેલું ગેસના બોટલ ઝડપી પાડવામાં આવ્યા છે. તેવા ધંધાદારીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાંં આવી છે.