પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારે રાજગઢ પાલ્લા ગામે ભારત પેટ્રોલીયમ પંપ ઉપર ચેકીંગ કરી ડીઝલનો જથ્થો અને આઉટલેટ સીઝ કર્યો

ગોધરા, પંંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને ધોધંબા મામલતદારની ટીમ સાથે ધોધંબા તાલુકાના રાજગઢ (પાલ્લા) વિસ્તારમાં ભારત પેટ્રોલીયના પંપ ઉપર ચેકીંગ કરવામાં આવ્યું હતું. ડીઝલ આઉટલેટ પરથી 5 લીટરના સરકારી માપીયામાં 200મી.લી. ઓછું ડીઝલ તેમજ પ્રાથમિક સુવિધાના અભાવને લઈ ડીઝલનો જથ્થો તેમજ ડીઝલના 3 આઉટલેટ સીલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી.

પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને ધોધંબા મામલતદાર સહિતની ટીમ દ્વારા સંયુકત રીતે ધોધંબાના રાજગઢ (પાલ્લા) વિસ્તારમાંં આવેલ ભારત પેટ્રોલીગમ કંપની સંંચાલિત પેટ્રોલ પંપ માલિક મકરાણી આરીફ નવાઝમાં અલીના ત્યાં રેઈડ કરી હતી. ડીઝલ આઉટલેટ પરથી 5 લીટર ના સરકારી માપીયામાં ડીઝલની માપણી કરાઈ હતી. જેમાં 200 મીલી ડીઝલ ઓછું આવેલ હતું. તેમજ પેટ્રોલ પંપ ઉપર એરપંપ, પીવાના પાણીની તેમજ ગ્રાહકો માટે ટોયલેટ જેવી સુવિધા રાખવામાં આવેલ ન હોય તેમજ પેટ્રોલ પંં5ના આઉટલેટ પરથી ડીઝલનો ઓછો જથ્થો આપી ગંભીર ગેરરીતિ આચરતા હોય જેને લઈ ડીઝલનો 5985 લીટર કિંંમત રૂા.5,40,146/-નો જથ્થો જપ્ત કરી સીઝ કરવામાં આવ્યા. તેમજ પેટ્રોલ પંપની ડીઝલ ટાંકી અને 3 ડીઝલના આઉટલેટ યુનિટ સીલ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.