પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત ; 90 દિવસ માટે પરવાનો રદ્દ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર, પંચમહાલ ગોધરા અને જિલ્લાની ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી શંકાના આધારે નાનીકાંટડી(બગીડોળ) પરવાનેદાર કામિનીબેન તેજશકુમાર શાહનો દીકરો કુંજ તેજશ શાહ દરરોજ રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપી અને વધ પડેલ સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં આવતો હતો. તેમની ઈકો ગાડીમાં હેરફેર કરવામાં આવતી હતી. જેવી માહિતી મળી હતી. જેના આધારે સિમલા રોડ પર વોચ-ગોઠવતા ઉક્ત નંબરની ગાડી GJ17AH0440 ઇકો ગાડી આવતાં લગભગ 2.00 કિ.મીનો પીછો કરી ઝડપી પાડી અને તપાસ કરતા નીચે મુજબનો સરકારી જથ્થો જેમાં ઘઉં 50.00 કિલો જેની બજાર કિંમત રૂપિયા 1,350, તથા ચણા 20.00 કિલો જેની બજાર કિંમત રૂપિયા 1,800 અને 12.00 કિલો તેલના પાઉચ પણ મળી આવેલા છે.

જેની બજાર કિંમત રૂપિયા 2,472 તેમજ ઇકો ગાડી જેની આશરે કિંમત રૂપિયા 3,00,000 અને એક મોબાઈલ ફોન પણ સીઝ કરેલો છે. જેની બજાર કિંમત રૂપિયા 10,000 , આમ કુલ મળી રૂપિયા 3,15,622નો મુદ્દામાલ જપ્ત કરી પરવાને દારનો તાત્કાલિક 90 દિવસ માટે પરવાનો રદ્દ કરવામાં આવેલો હતો. અને પરવાનેદાર સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.