પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારીએ ગોધરા મામલતદાર કચેરીમાં કર્યું સ્ટીંગ ઓપરેશન : ​​​​​​​લોકોને પડતી મુશ્કેલીઓનો જાત અનુભવ કર્યો

પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચ ટી મકવાણા વેશ પલટો કરી ગોધરા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. પાંચ જેટલા રેશનકાર્ડ ધારકોને સાથે રાખી સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. જેને લઇને સમગ્ર પંથચકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા બાદ સામાન્ય અરજદારની માફક સરકારી કામગીરીઓને લઈને લોકોને પડતી મુશ્કેલીઓનો જાત અનુભવ કર્યો હતો. જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. જેમાં મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયાવાળીની પોલ પણ ખુલ્લી પડી ગઇ હતી. સામાન્ય અરજદારો પાસેથી ઝેરોક્ષ પેટે તથા સ્ટેમ્પ પેટે વધારે નાણા પડાવતા હોવાની હકીકત પણ બહાર આવી હતી.

રેશનકાર્ડના 2થી 9ના ફોર્મ માટે કોઈપણ એફીડેવિટ કરવાનું ન હોવા છતાં એફીડેવિટ કરાવીને રૂ. 250 ખોટી રીતે લેતાં હોવાનું પણ સ્ટીંગ ઓપરેશન દરમિયાન બહાર આવ્યું હતું. જેના કારણે અરજદારોને આર્થિક બોજો સહન કરવો પડી રહ્યો છે.

જિલ્લા પુરવઠા અધિકારીએ તેઓની તપાસ દરમિયાન રેશનકાર્ડ ધારકોની છેલ્લા એક વર્ષની પડતર અરજીઓ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. મામલતદાર કચેરીના જવાબદાર અધિકારી કર્મચારી તેમજ સ્ટેમ્પ વેન્ડર સામે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરી હતી.

પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચ ટી મકવાણા વેશ પલટો કરી ગોધરા મામલતદાર કચેરી ખાતે પહોચ્યા હતા. પાંચ જેટલા રેશનકાર્ડ ધારકોને સાથે રાખી સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા બાદ સામાન્ય અરજદારની માફક સરકારી કામગીરીઓને લઈને લોકોને પડતી મુશ્કેલીઓનો જાત અનુભવ કર્યો હતો. પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયાવાળીની પોલ પણ ખુલ્લી પડી હતી. સામાન્ય અરજદારો પાસેથી ઝેરોક્ષ પેટે તથા સ્ટેમ્પ પેટે વધારે નાણા પડાવતા હોવાની હકીકત સામે આવી હતી.

રેશનકાર્ડના 2થી 9 ના ફોર્મ માટે કોઈ પણ એફીડેવિટ કરવાનું ન હોવા છતા એફીડેવિટ કરાવીને રૂ. 250 ખોટી રીતે લેતા હોવાનું પણ સ્ટીંગ ઓપરેશન દરમિયાન બહાર આવ્યું, જેના કારણે અરજદારોને આર્થિક બોજો સહન કરવો પડી રહ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીએ તેઓની તપાસ દરમિયાન રેશનકાર્ડ ધારકોની પડતર અરજીઓ છેલ્લા એક વર્ષની કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. મામલતદાર કચેરીના જવાબદાર અધિકારી કર્મચારી તેમજ સ્ટેમ્પ વેન્ડર તથા સામે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે ફાફડાટ ફેલાયો છે.

જીલ્લા પૂરવઠા અધિકારી હરેશ મકવાણાએ વેશપલટો વેશભુષા બદલી સામાન્ય નાગરિકની જેમ મામલતદાર કચેરી ગોધરા ખાતે રેશનકાર્ડ માટે જુદા જુદા પ્રકારની અરજીઓ માટે 5 (પાંચ) રેશનકાર્ડ ધારકોને સાથે રાખી એક સ્ટીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમા પ્રથમ અનુભવ ઝેરોક્ષના એક રૂપિયાની જગ્યાએ 5(પાંચ) રૂપિયા લેવામાં આવેલા હતા, સ્ટેમ્પ વેન્ડર ધ્વારા રૂપિયા 50/- ના સ્ટેમ્પના રૂપિયા 60/- તથા રૂપિયા 100/- ના સ્ટેમ્પના 120/- રૂપિયા લેવામાં આવે છે.

સરકારના તા.18/01/2023 ના પત્રથી સ્પષ્ટ સુચના આપી છે કે, રેશનકાર્ડના 2થી 9 ના ફોર્મ માટે કોઈ જ એફિડેવિટ કરવાનું હોતું ન હોવા છતાં એફિડેવિટ કરાવે છે. અને નાયબ મામલતદાર પુરવઠા તેને એપ્રુવલ પણ કરે છે અને અલગથી એફિડેવિટના 150/- રૂપિયા સ્ટેમ્પ વેન્ડર ધ્વારા લેવામાં આવે છે. અને ATVTમાં એફિડેવિટના ફોટો પડાવવા માટેના 20/- રૂપિયા અલગથી લેવામાં આવે છે. તેમજ એફિડેવિટના ફોર્મ ભરવાના 20/- રૂપિયા લેવામાં આવે છે.

આમ, સામાન્ય વહીવટી વિભાગ ધ્વારા ફક્ત એનેક્ષચર–A મુજબ ફક્ત Self Declaration જ કરવાનું થાય છે. કોઈ એફીડેવીટ કરવાનું ન હોવા છતાં સામાન્ય અરજદાર ને સોગંદનામાનું કુલ ખર્ચો – 250/- રૂપિયા એફિડેવિટ માટે ખર્ચવાના થાય છે. અને વગર કામના એફિડેવિટ લેવામાં આવતા હોવાને કારણે અરજદારોને કારણ વિના આર્થિક બોજો સહન કરવો પડે છે.

નવીન રેશનકાર્ડ તેમજ રેશનકાર્ડ વિભાજનમાં 20/- રૂપિયાનું ચલણ લેવાની કોઈ જોગવાઈ ન હોવા છતાં સરકારની જોગવાઇઓના વિરુદ્ધમાં જઈ 20/- રૂપિયાનું ચલણ લેવામાં આવે છે. ફોર્મ નં. 9 ડુપ્લીકેટ રેશનકાર્ડ માટે જે 30/- રૂપિયા લેવાના છે. તે રોકડથી લેવાના છે પરંતુ અરજદાર પાસે ચલણ બેંકમાં ભરાવી ચલણ રજુ કરવા જણાવવામાં આવે છે તેમજ નાગરિકોને મુશ્કેલીઓ પડે છે.

આ સ્ટીંગ ઓપરેશનમાં એક કડવો અનુભવ થયો છે કે એક દિવસમાં રેશનકાર્ડનું કામ થતું નથી તેમ વિગત બહાર આવી હતી.જેથી, મામલતદાર ગોધરા(ગ્રામ્ય) અને ગોધરા(શહેર) ખાતેથી રેશનકાર્ડના ફોર્મ નં. 2 થી 9 માટે જે એફિડેવિટ કરવામાં આવેલ છે. તેવી અરજીઓ છેલ્લા એક વર્ષની કબજે લઇ જવાબદાર અધિકારી / કર્મચારી તેમજ સ્ટેમ્પ વેન્ડર તથા પીટીશન રાઈટરો સામે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.