પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગોધરા તાલુકાના લાડપુર ગામે આવેલ લાઈટ ડીઝલ-ઓઈલ પંપ આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્ટોક પત્રકમાં ગેરરીતિ અને ડેન્સીટી રજીસ્ટર ન નિભાવવા સહિતની ગેરરીતિ જણાઈ આવતાં લાઈટ ડીઝલ-ઓઈલ પંપને સીઝ કરવામાં આવ્યો.
ગોધરા તાલુકાના લાડપુર ગામે આવેલ લાઈટ ડીઝલ-ઓઈલ પંપ ઉપર પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ચેકીંગ દરમિયાન લાઈટ ડીઝલ-ઓઈલ પંપમાં સ્ટોક પત્રકમાં ગેરરીતિ, ડેન્સીટી રજીસ્ટર ન નિભાવવા તેમજ ડેઈલી સેલ રજીસ્ટર જેવા અલગ-અલગ પત્રકો પણ નિભાવવામાં આવતાં હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા લાઈડ ડીઝલ-ઓઈલનો કિંમત ૧૪ લાખનો ૧૯ હજાર લીટર જથ્થો સીઝ કરી પંપને પણ સીલ કરવામાં આવ્યો અને પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન સામે આવેલ ગેરરીતિ બાબતે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા પેટ્રોલ અને ડીઝલ પંપ ઉપર તપાસ કાર્યવાહી કરતાં ગેરરીતિ આચરતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.