વેજલપુર,
ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતાં ઓની ખેર નહિ ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતાઓમાં ફફડાટ પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં તારીખ 7/1/2023 શનિવાર ના રોજ પંચમહાલ જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વેજલપુર અડાદરા મહેલોલ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા અને વેજલપુર ગ્રામજનો અને આગેવાનો પણ હાજર રહયા હતા. ત્યારે પંચમહાલ જીલ્લા પોલીસવડા દ્વારા જણાવ્યું હતું કે, તમારી આસ પાસ કોઈ પણ વ્યાજ ખોરો કોઈપણ નાગરિકો પાસે વધુ વ્યાજ વસુલાત કરતા હોય અથવા કોઈ ઇસમોથી ત્રસ્ત હોય તો તેવો સીધા મને અથવા વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી અથવા રૂબરૂ આવીને અમને જાણ કરી શકો છો અને વધુમાં વ્યાજ વસુલ કરતા ઇસમોના નામ સાથે અમને જાણકારી આપો જેથી અમો તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકીએ અને વધુમાં જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં મકરસંક્રાંતિ ઉતરાયણનો તેહવાર આવતો હોવાથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જે કોઈ પણ વેચાણ કરતા હોય તો તેમની પણ માહિતી અમને આપો જેથી તેઓ સામે પણ કાર્યવાહી કરી શકાય તેવું જણાવ્યું હતું. ત્યારે ત્યાં ઉપતસિત લોકોએ પોત પોતાની તેઓની રજુઆત કરી હતી અને લોકદરબાર કાર્યક્રમ માં અડાદરા ગ્રામના એક જાગ્રુત નાગરિક દ્વારા તેઓ ને પડતી મુશ્કેલીઓ અને સ્થાનિક બુટલેગરો અને ખનિજ માફિયાઓ દ્વારા જાગ્રુત નાગરિક ઉપર હુમલાઓ કરવામાં આવે છે અને હેરાન ગતિ કરવામાં આવે છે. તેવી રજુઆત કરી હતી અને જીલ્લા પોલીસવડાને લોકદરબારમાં આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. અગાઉ આવેદનપત્રો આપ્યા છતાં બુટલેગરો અને ખનીજ માફિયા ઓ દ્વારા મને હેરાન કરવામાં આવે છે. ત્યારે પંચમહાલ જીલ્લા પોલીસ વડા દ્વારા તેઓના આ પ્રશ્નને ધ્યાને લય કાયદેસરની કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી અને જાગૃત નાગરિક દ્વારા જીલ્લા પોલીસવડાને લેખિતમાં આવેદનપત્ર આપતા જીલ્લા પોલીસ વડા દ્વારા જણાવ્યું હતું. તમારા આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવી ન્યાય આપવાની ખાતરી આપી હતી અને વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.આર.ગોહિલને આની તપાસ કરવા નું જણાવ્યું હતું અને વધુમાં જો કોઈનો કોઈ પ્રશ્ન હોય તમો અમારા સુધી પહોંચાડજો અમો તમારા જે કઈ પ્રશ્ન હશે તેનું વહેલી તકે નિરાકરણ લાવીશું. તેમ પંચમહાલ જીલ્લા પોલીસવડા એ જણાવ્યું હતું અને વેજલપુર પોલીસમાં નવા આવેલા પી.એસ.આઇ. દ્વારા લોકદરબારમાં આવેલા લોકોને પણ તમામ પ્રકારની જાણકારી આપી હતી. જેથી પંચમહાલ જીલ્લામાં વ્યાજ ઉપર નાણાં ફેરવતા લોકોમાં આભ તૂટી પડશે. તેવું લાગી રહયુ છે અને સામાન્ય માણસોને વ્યાજ ખોરોના ખોફ થી રાહત મળશે તેવું લાગી રહયું છે.