ગોધરા, પંચમહાલ જીલ્લા પોલીસ હેડકવાર્ટસ ખાતે જીલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં વ્યાજખોરોથી ત્રસ્ત બનેલ લોકો માટે લોક દરબારનુંં આયોજન કરવામાંં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા પ્રજાને વ્યાજખોરોના ચુંગલ માંથી ઉગારવા માટે પ્રયત્નશીલ છે અને રાજ્યના અનેક જીલ્લાઓમાં લોક દરબારનુંં આયોજન કરાઈ રહયું છે. જેના ભાગરૂપે પંંચમહાલ પોલીસવડા હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં ગોધરા પોલીસ હેડ કવાર્ટસ ખાતે તાલીમ શાળામાં લોક દરબારનુંં આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા પોલીસવડાએ વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત બનેલ અનેક લોકોની રજુઆત સાંભળી હતી અને જીલ્લા પોલીસવડા દ્વારા વ્યાજખોરોના ત્રાસના ભોગ બનનાર તાકીદ કરી હતી.