પંચમહાલ જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખે ગ્રાન્ટ કાપી લેવાની પેરવીના વિરોધમાં સભ્યોએ વોક આઉટ કરી હોબાળો કર્યો

  • જીલ્લા પંચાયત સભ્યોને 15ના નાણાંં પંંચની ફાળવણીને લઈ જીલ્લ પંચાયત પ્રમુખ સામે અસંતોષ.
  • જીલ્લા પંચાયત સભ્યોએ વોક આઉટ બાદ ડી.ડી.ઓ.ને મુલાકાત કરી રજુઆત કરાઈ.
  • જીલ્લા પંંચાયત પ્રમુખ દ્વારા મીડીયા હેન્ડન કરવાનુંં સભ્યો સાથે સમાધાન કરતાં સભ્યો ફેરવી તોડયુંં.

ગોધરા, પંંચમહાલ જીલ્લા પંચાયતની આજરોજ યોજાયેલ સામાન્ય સભામાં વિકાસના કામો માટેની ગ્રાન્ટ ફાળવણીને લઈને સભ્યો દ્વારા હોબાળો મચાવીને વોક આઉટ કર્યું હતું. જીલ્લા પંચાયત પ્રમુખ સભ્યોની ગ્રાન્ટ કાપી લેવાની પેરવી હોય તેવું ધ્યાને આવતાં સભ્યો દ્વારા હોબાળો બાદ વોક આઉટ કરેલ સભ્યોએ જીલ્લા વિકાસ અધિકારી સાથે ચર્ચા બાદ મામલો થાળે પાડવામાં આવ્યો.

પંંચમહાલ જીલ્લા પંંચાયતની આજરોજ સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં 15માં નાણાં પંચની ગ્રાન્ટની ફાળવણીમાં જીલ્લા પંચાયત પ્રમુખ કામીનીબેન સોલંકી સભ્યોની ગ્રાન્ટ કાપી લેવાની પેરવીમાં હતા. સભ્યોની ગ્રાન્ટ કાપી લેવાની ગંધ સભ્યોને આવી જતાં સભ્યો દ્વારા સામાન્ય સભા છોડીને વોક આઉટ કરીને હોબાળો મચાવ્યો હતો. જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિકાસના કામો માટેના 13 કરોડ 30 લાખ રૂપીયાના રકમના આયોજનમાં જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારા તમામ ગ્રાન્ટ જીલ્લા પંચાયતના 38 સભ્યો ફાળવવાના આયોજન માટે સભ્યો પાસેથી 5 કરોડ 70 લાખ રૂપીયાના આયોજનો મંંગાવીને પુરી ગ્રાન્ટ ખર્ચ કરવાની પેરવી કરી બાકીના 7 કરોડ 60 લાખ રૂપીયાના કામોના આયોજન જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે ઈચ્છા મુજબ કરવાનું હોવાનું જીલ્લા પંચાયત સભ્યોની ધ્યાનમાં આવતાંં સામાન્ય સભામાં ભારે હોબાળો મચાવીને સભા છોડીને વોક આઉટ કર્યું હતું. જીલ્લા પંચાયતના સભ્યોએ સામાન્ય સભા માંથી વોક આઉટ કરી જીલ્લા વિકાસ અધિકારીને રજુઆત માટે ગયા હતા. જીલ્લા વિકાસ અધિકારીએ સભ્યો સાથે ગ્રાન્ટ ફાળવણીના મુદ્દે ચર્ચાઓ કર્યા બાદ પ્રમુખ પણ ચર્ચામાં જોડાયા હતા. સામાન્ય સભામાં 15માં નાણાં પંચની ગ્રાન્ટ માંથી ઉપયોગ કરવા માંંગતા જીલ્લા પંચાયત પ્રમુખની મનસા ઉપર સભ્યોએ સામાન્ય સભામાં વોક આઉટ કરીને પાણી ફેરવ્યું હતું.

પંચમહાલ જીલ્લા પંચાયત પ્રમુખના અઢી વર્ષના પ્રથમ કાર્યક્રમ પુરો થવામાં થોડા મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે પ્રમુખ તરીકે જીલ્લા પંચાયતના વહીવટ દરમિયાન 15માં નાણાં પંચની ગ્રાન્ટના માનમાન્યો ઉપયોગ કરવામાં માંગતા હોય ત્યારે સભ્યોને આયોજન મુજબની ગ્રાન્ટ ફાળવણી થાય તેવી સભ્યોએ માંંગ કરાઈ.

જીલ્લા પંચાયત સભ્યોના વોક આઉટ બાદ ડી.ડી.ઓ. સામે અને પ્રમુખ સાથે ચર્ચા બાદ સભ્યો થયેલ વિવાદમાં ફેરવી તોડયુંં…..

જીલ્લા પંચાયત સામાન્ય સભામાં સભ્યો દ્વારા 15માં નાણાં પંચની ગ્રાન્ટ ફાળવણી મુદ્દે વોક આઉટ કરી હોબાળો મચાવ્યો હતો અને જીલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવા પહોંચ્યા હતા. ડી.ડી.ઓ. સાથે સભ્યોની 1 કલાકની ચર્ચા બાદ જીલ્લા પંચાયત પ્રમુખ ચર્ચામાં જોડાયા હતા અને આખા વિવાદનો ઢાકપીછોડો કરવા માટે જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારા મીડીયા હેન્ડલ કરવાને કહીને સભ્યો સાથે સમાધાન કરી લેવામાં આવ્યું હતુંં. બાદમાં સામાન્ય સભામાં ગ્રાન્ટની કાપી લેવાના મુદ્દે વોક આઉટ કરનાર સભ્યોએ ગ્રાન્ટ ફાળવણી મુદ્દે થયેલ હોબાળામાં ફેરવીને તોડયું હતું.