પંંચમહાલ જીલ્લાના સાંસદએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને ગોધરા રેલ્વેની પડતર માંગણી ટ્રેનોના સ્ટોપેજ તેમજ પ્લેટ ફોર્મને ઝડપી વિકાસ માટે રજુઆત કરી

પંચમહાલ જીલ્લાના સાંસદ રાજપાલસિંહ જાદવ એ જીલ્લાના રેલ્વેને લગતા પ્રશ્ર્નોને લઈ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની રૂબરૂ મુલાકાત કરી હતી. સાંસદે તેમના મત વિસ્તાર રેલ્વેના લગતા મુદ્દાઓ જેવાંં કે ગોધરા રેલ્વે સ્ટેશન તથા ડેરોલ સ્ટેશન ખાતે તેજસ (રાજધાની) એકસપ્રેસ, અગસ્તક્રાંતિ એકસપે્રસ, પારસનાથ એકસપ્રેસ, અમદાવાદ ગોરખપુર એકસપ્રેસ, ઓખા ગોહરી એકસપ્રેસ, ગાંધીધામ કામળીયા એકસપ્રેસ, અમદાવાદ-પટના-આજીમાબાદ એકસપ્રેસ, ઓખા-બનારસ એકસપ્રેસ, અમદાવાદ-પટના એકસપ્રેસ, ગરામા એકસપ્રેસ, મહારાષ્ટ્ર સંપર્ક ક્રાંતિ એકસપ્રેસ, હઝરત નિઝામુદ્દીન યુવા એકસપ્રેસ સહિતની ટ્રેનોના સ્ટોપેઝ ફાળવવામાં આવે.

ગોધરા રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નં.3-4 યાર્ડ પાસે નવી ટીકીટ બારી, પાર્કિંગ સુવિધા ઉભી કરવી, ગોધરા રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નં.1 અને 2 પર એસ્કેલેટર મંજુર કરવા, ગોધરા રેલ્વે સ્ટેશનથી શહેરા ભાગોળ (એલ.સી.-4) ફાટક સુધી વળાંકને કારણે ટ્રેનની ઝડપ ધીમી હોવાને લઈ અસામજીક તત્વો દ્વારા મુસાફરોના સામાનની ચોરી કરી ભાગી જતા હોવાથી પોલીસની સુરક્ષા અને લાઈટની વ્યવસ્થા કરવામાં આવ, નવીન પ્લેટ ફોર્મ નં.4-5ના ઝડપી વિકાસ માટે માંગ,શહેરા ભાગોળ (એલ.સી.-4) ગેટ અને ડેરોલ સ્ટેશન આર.ઓ.બી. પરના અંડરપાસ કામ ઝડપથી પૂર્ણ કરવા તેવી વિવિક માંગણી સાથેની રજુઆત પંચમહાલ સાંંસદ દ્વારા કરવામાં આવી છે.