- ગોધરા તાલુકાના બે ગામે ધોધંબા-1 અને મોરવા(હ)ના બે ગામો
પંચમહાલ જીલ્લાાના ગોધરા તાલુકા મોરવા(હ), ધોધંબા તાલુકા માંથી પાંચ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ મળી આવ્યા. આજરોજ સામે આવેલ શંકાસ્પદ પાંચ ચાંદીપુરા વાયરસના કેસમાંં મોરવા(હ)ના ખાનપુર ગામે એક બાળકનુંં મોત થયાની જાણવા મળ્યું છે. તમામ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાંં ખસેડવામાં આવ્યા છે. નવા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ મળતાં આરોગ્ય તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરીને દવા છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.
પંંચમહાલ જીલ્લાાના ગોધરા અને ધોધંંબા તાલુકામાં શંકાસ્5દ ચાંદીપુરા વાયરસને લઈ બે બાળકીઓના મૃત્યુ થવા પામ્યું છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસમાં બાળકોના મૃત્યુના પગલે જીલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાંં આવ્યું હતું. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન કોટડા ગામેથી 19 સેન્ડ ફાયર માખીઓ તેમજ ધોધંબાના લાલપુરી ગામેથી શંંકાસ્પદ ચાંદીપુરા વાયરસમાં મૃત્યુ પામેલ બાળકીના ગામ માંથી 70 જેટલી ચાંદીપુરા વાયરસ વાહક સેન્ડ ફાયર માખીઓ પકડીને પુના ખાતે પરીક્ષણ માટે મોકલી આપવામાં આવી હતી.
ત્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના નંદાપુરા અને મોટી કાંટડી ગામેથી શંંકાસ્પદ ચાંંદીપુરા વાયસરના લક્ષણો ધરાવતા બે બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. જેમાં ગોધરાના નંદાપુરાના 4 વર્ષીય બાળકીને ગોધરા સિવિલમાં લવાઈ હતી. ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં ખસેડવામાં આવી છે. મોરવા(હ)ના ખાબડા અને ખાનપુર ગામેથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા બે બાળકો પૈકી ખાનપુર ગામના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ ધરાવતા બાળકનું મોત થયાની માહિતી સામે આવી છે. જ્યારે ધોધંબા તાલુકાના જીંજરી ગામેથી એક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ ધરાવતા કેસ સામે આવ્યો છે.
પંચમહાલ જીલ્લાના મોરવા(હ), ગોધરા તાલુકા અને ધોધંબા તાલુકા માંથી પાંચ જેટલા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા કેસ નોંધાવા પામ્યા છે. તે પૈકી મોરવા(હ)ના ખાનપુર ગામના બાળકનું શંકાસ્પદ ચાંંદીપુરા વાયરસને લઇ મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે. ચાંદીપુરા વાયરસના કેસ જે રીતે સામે આવી રહ્યા છે. તેવા ગોધરા તાલુકા નંદાપુરા, મોટી કાંટડી, ધોધંબાના જીંજરી, મોરવા(હ)ના ખાબડા અને ખાનપુર ગામમાંં જીલ્લા આરોગ્ય વિભાગની ટીમો પહોંચીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને દવાનો છંંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. હાલ પંચમહાલ જીલ્લામાં ચાંદીપુરા વાયરસનો ભોગ બાળકો બની રહ્યા છે. જેને લઈ આરોગ્ય તંંત્ર સર્તક બન્યું છે.
મોરવા(હ) તાલુકાના ચાંદીપુરા વાયરસવાળા ગામોની ધારાસભ્ય નિમિષાબેન સુથારે મુલાકાત લીધી…
મોરવા(હ) તાલુકાના ખાબડા અને ખાનપુર ગામ માંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે બે બાળકોને અસર જણાઈ હતી. બે બાળકો પૈકી ખાનપુર ગામની બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈ મોત નિપજાવા પામ્યું હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે. મોરવા(હ) તાલુકામાં ચાંદીપુરા વાયરસની સ્થિતીને લઈ ધારાસભ્ય નિમિષાબેન સુથાર એ ગામોની મુલાકાત લીધી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા દવાઓના છંટકાવ કરાવ્યો તેની સમીક્ષા કરાઈ હતી. ચેપગ્રસ્ત લોકોને સધન સારવાર અપાય તે સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.