ગોધરા,
પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંંગ્રેસમાં સુપડા સાફ થઈ ગયા છે. ભાજપનો ભવ્ય વિજય થતાં સમર્થકો સાથે વિજેતા ઉમેદવારોના ભવ્ય વિજય સરધસ નિકળ્યા હતા.
પંંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. ગોધરા બેઠક ઉપર કોંંગ્રેસના રશ્મિતાબેન ચૌહાણને કારમી હાર આપી ભાજપના સી.કે.રાઉલજી ભવ્ય વિજય થયો છે. શહેરા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ખાતુભાઈ પગીનો કારમી હારનો સામનો કરવો પડયો. જ્યારે ભાજપના જેઠાભાઈ ભરવાડ (આહિર)નો મોટી લીડ સાથે ભવ્ય વિજય થયો. કાલોલ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના પ્રભાતસિંહ ચૌહાણની કારમી હાર થઈ છે. તેની સામે ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણનો સૌથી વધુ લીડથી વિજેતા થયા છે. મોરવા(હ) બેઠક ઉપર ત્રિપાંખીયો જંંગ હતો. તેમાંં કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવાર હરાવીને ભાજપના નિમિષાબેન સુથારનો વિજય થયો છે. પંચમહાલ પાંચ વિધાનસભા બેઠકો ઉપર વિજેતા થયેલા ભાજપના વિજેતા ઉમેદવારોએ સમર્થકો સાથે ભાજપ અને પોતાને મળેલ ભવ્ય જીત માટે મતદારોના આભાર વ્યકત કરવા માટે વિજય સરકસ કાઢીને મત વિસ્તારમાં ફર્યા હતા.
બોકસ: પંંચમહાલ જીલ્લાની પાંચ બેઠક ઉપર વિજેતા ઉમેદવારે મેળવેલ મત…
શહેરા
ભાજપ જેઠાભાઈ ભરવાડ (આહિર) 1,07,775 (જીત)
કોેંગ્રેસ ખાતુ પગી 60,494
આપ પાર્ટી તખતસિંહ સોલંકી 6,461
નોટા 4,701
મોરવા(હ)
ભાજપ નિમિષાબેન સુથાર 81,897 (જીત)
કોંગ્રેસ સ્નેહલતાબેન ખાંટ 22,184
આપ પાર્ટી ભાણાભાઈ ડામોર 33,020
નોટા 2,569
ગોધરા
ભાજપ સી.કે.રાઉલજી 96,223 (જીત)
કોંંગ્રેસ રશ્મિતાબેન ચૌહાણ 61,025
આપ પાર્ટી રાજેશભાઈ પટેલ 11,827
મીમ હશન કાચબા 9,508
નોટા 3,548
હાલોલ
ભાજપ જયદ્રથસિંહ પરમાર 1,00,753 (જીત)
કોંગ્રેસ અનિશભાઈ બારીયા 6,954
આપ પાર્ટી ભરત રાઠવા 21,788
અપક્ષ રામચંદ્ર બારીયા 58,048
નોટા 2,727
કાલોલ
ભાજપ ફતેસિંહ ચૌહાણ 1,41,686 (જીત)
કોંગ્રેસ પ્રભાતસિંહ ચૌહાણ 26,007
આપ પાર્ટી દિનેશ બારીયા 9,393
નોટા 3,992