ગોધરા,
પંંચમહાલ જીલ્લાની સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓની અટક સંદર્ભે પ્રતિબંધિત શબ્દો ન લખવા બાબતે પરિપત્રો છતાં તેની અમલવારી ન થતાં સામાજીક કાર્યકર દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરાઈ.
પંચમહાલ જીલ્લાની સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સામાજીક ન્યાય અધિકારીના વિભાગ દ્વારા સરકારી સુચનાથી પ્રતિબંધિત શબ્દો શાળાના રજીસ્ટર તેમજ શાળા છોડયાના પ્રમાણપત્રમાંં ન કરવાની પત્રો દ્વારા અવારનવાર જાણ કરવામાં આવેલ છે. તેમ છતાં આજદિન સુધી પંચમહાલ જીલ્લા શિક્ષણાધિકારીના તાબા હેઠળની શાળાઓમાં અભ્યાસ કરતાં અનુસુચિતજાતિના વિદ્યાર્થીઓ માટે શાળાના જનરલ રજીસ્ટર, હાજરી પત્રક, યુડાયસ, ચાઈલ્ડ ટ્રેકિંગ શાળા છોડયાના પ્રમાણપત્ર તેમજ રોજબરોજ વપરાતા રજીસ્ટરોમાં પ્રતિબંધિત શબ્દોના ઉપયોગ જોવા મળી રહ્યા છે અને સરકારના પરિપત્રની અવગણના શાળાના આચાર્યઓ દ્વારા કરવામાં આવેલ છે. તેનો લેખિત અભિપ્રાય મેળવી તેમજ સુધારાઓ કયાં સુધી કરવામાં આવશે. તેની બાંહેધરી આપવામાં આવે તેવી સામાજીક કાર્યકર નટુભાઈ પરમાર દ્વારા પંચમહાલ જીલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવી.