ગોધરા,પંચમહાલ જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળો આઈ.ટી.આઈ,ગોધરા અને આઈ.ટી.આઈ,હાલોલ ખાતે તા.08/05/2023ના રોજ સવારે 9:30 વાગ્યાથી શરૂ થનાર છે. જેમાં જીલ્લાના વિવિધ એકમો તેઓની વેકેન્સી સાથે હાજર રહેશે. આ ભરતી મેળામાં આઈ.ટી.આઈ પાસ લાયકાત ધરાવતા ઉમેદ્વારો ભાગ લઈ શકે છે. આ મેળામા જોડાવા ઇચ્છુક ઉમેદ્વારોએ તેઓના જરૂરી પ્રમાણપત્ર અને તેની નકલો સાથે રૂબરૂ હાજર રહેવું. સદર ભરતી મેળામા જોડાવા ઇચ્છુક ઉમેદ્વારો નીચે આપેલ લિંકમાં રાજ્ય ગુજરાત અને જીલ્લો પંચમહાલ પસંદ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે લિંક https://dgt.gov.on/appmela2022/candidateregistration.php છે. તેમ ઔધોગિક તાલીમ સંસ્થા ગોધરાના આચાર્યએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.