પંચમહાલ જિલ્લાની પાંચમી એડી. ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટ દ્વારા ગોધરા તથા ધાર તાલુકા, મધ્યપ્રદેશમાં ચકચાર જગાવનાર હત્યાના આરોપીના રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી

થોડા સમય અગાઉ ગોધરા શહેરમાં એક ચકચારી હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં સગાઈ થયેલી યુવતીના પ્રેમપ્રકરણ મામલે પૂર્વ પ્રેમીની યુવતીના કાકા સહિતના ઈસમોએ ફિયાન્સ સાથે મળીને ગોંધી રાખીને માર માર્યા બાદ હત્યા કરી દીધી હતી, તેમજ મૃતદેહને મધ્ય પ્રદેશના જંગલમાં સળગાવી દીધો હતો, આ અંગેનો ગુનો નોંધાયા બાદ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર ગુનામાં સંડોવાયેલા દિલીપકુમાર વિમલચદજી જૈન, જય ઉર્ફે જીમી દિપકભાઈ શાહ, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો જશવતસિંહ રાઠોડ, રાહુલ રાજીવ સોની, રાજ ઉર્ફે લાડુ સ્વીટુભાઇ શાહ, પૃથ્વીરાજ જશવતસિંહ રાઠોડ, અરૂણ માગીલાલ મુનીયા અને સુખરામ ચંપાલાલ માવી નામના ઇસમોની અટકાયત કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા, જેમાં આરોપી અરૂણ માગીલાલ મુનીયાએ પાંચમા એડીશનલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી, જે રેગ્યુલર જામીન મેળવવાની અરજી પંચમહાલ જિલ્લાના પાંચમા એડીશનલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની વિગતવાર દલીલોને ધ્યાને લઈ અરૂણ માંગીલાલ મુનીયાની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામાં આવી છે.