- મદ્રેસાના સર્વેનો હેતુ ધાર્મીક શિક્ષણ સાથે નિયત અભ્યાસક્રમ શિક્ષણ અપાય છે કે નહિ તેવું સર્વે.
ગોધરા, પંચમહાલ જીલ્લામાં આવેલ મદ્રેસાઓના સર્વે કામગીરી હાથ ધરવામાં આવી. જીલ્લામાં 68 મદ્રેસાઓમાં 32 જેટલી ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મદ્રેસાઓમાંં ધાર્મીક શિક્ષણની સાથે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ અભ્યાસક્રમ અંંગેનુંં નિરીક્ષણ આપવામાં આવે છે કે નહિ તે માટે રાજ્યની મદ્રેસાઓમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પંચમહાલ જીલ્લાના ગોધરામાંં-52, હાલોલમાં-6, કાલોલ-6, મોરવા(હ)-4 મળી કુલ 68 મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગની 32 ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જીલ્લાની તમામ 68 મદ્રેસાની સર્વે કામગીરી 7 દિવસમાં પુરી કરીને અહેવાલ રાજ્ય શિક્ષણ વિભાગને મોકલનાર હોય જેને લઈ શિક્ષણ વિભાગે સર્વે કામગીરી હાથ ધરી છે.