ગોધરા,
પંચમહાલ જિલ્લાની 124-શહેરા,125-મોરવા હડફ (અ.જા.જ), 126-ગોધરા, 127-કાલોલ અને 128-હાલોલ વિધાનસભાની પાંચ બેઠકોની ચૂંટણીના મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજજ થઇ ગયું છે. બીજા તબક્કામાં યોજાનારી પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણીના મતદાન માટે સવારે પોલિંગ સ્ટાફ મતદાન મથકોએ રવાના થઇ ગયો હતો જે સુરક્ષિત પોલિંગ સ્થળોએ પહોંચી ચૂક્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ની સામાન્ય ચૂંટણીના બીજા તબકકામાં 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન થવાનું છે. બીજા તબકકાની ચૂંટણી દરમિયાન પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોની સામાન્ય ચૂંટણી માટે પણ મતદાન થવાનું છે. જેને અનુલક્ષીને પાંચેય વિધાનસભાની ચૂંટણીના મતદાન માટે ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી ઇ.વી.એમ, વી.વી.પેટ સાથે જરૂરી સાધનસામગ્રી સાથે પોલિંગ સ્ટાફને મતદાન મથકોએ રવાના કરવામાં આવ્યા હતા. તેઓ પોતપોતાના સ્થળે સુરક્ષીત પહોંચી ગયા છે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. મતદાન મથકોએ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતી સુરક્ષા વ્યવસ્થા સહિત પોલીંગ સ્ટાફને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે એ માટે પણ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન માટે રોકાયેલા સ્ટાફને મતદાન મથક ખાતે જરૂરી સી.યુ, બી.યુ તથા વીવીપેટની સાથે સાથે ફર્સ્ટ એઇડની કીટ તથા અન્ય ચૂંટણી સામગ્રી આપીને, રવાના કરવામાં આવ્યા હતા.
બોકસ: પંચમહાલની પાંચ બેઠકો માટેની વિગત…..
કુલ મતદારો : 13,01,043
પુરૂષ મતદારો : 6,65,122
સ્ત્રી : 6,34,900
બોકસ: કેટલા ઈવીએમ…
બીયું : 1943 ,સીયું : 1943 , વિવિપેટ : 2125
કેટલા મતદાન મથક :: 1510
શહેરી મતદાન મથક -181
ગ્રામ્ય મતદાન મથક -1329
બોકસ: સુરક્ષામાં કેટલો બંદોબસ્ત…
1 એસ પી,
5 ડી વાય એસ પી,
1880 પોલીસ
1660 હોમગાર્ડ ,જી આર ડી
બોકસ : કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે :: 38
(પુરૂષ :: 34 મહિલા ::4 )
કેટલા સંવેદનશીલ :: 620
અતિસંવેદનશીલ મથકો :: નથી
બોકસ: કેટલો પોલીંગ સ્ટાફ તૈનાત રહેશે ::
1.પ્રિસાઇડિંગ ઓફિસર -1653
2.પોલિંગ સ્ટાફ -6636