પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો ઉપર સરેરાશ 62.03 ટકા મતદાન નોંધાયુ

  • પાંચ બેઠકો ઉપર શાંતિપુર્ણ માહોલમાં મતદાન પુર્ણ.
  • શહેરી વિસ્તારમાં મતદારોનુ નિરસ મતદાન.

ગોધરા,

પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર વહેલી સવારથી મતદાન મથકો ઉપર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચવાની શરૂઆત કરી હતી. જિલ્લાની પાંચ બેઠકો ઉપર સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાહ 63.03 ટકા મતદાન નોંધાવવા પામ્યુ છે. પાંચ વાગ્યાના ટકોરે જિલ્લાની પાંચ બેઠકોના 34 ઉમેદવારોના ભાવિ ઈ.વી.એમ.મમાં સીલ થયા હતા. જિલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન પુર્ણ થતાં જિલ્લા ચુંટણી તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે.

પંચમહાલ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો ગોધરા, કાલોલ, હાલોલ, મોરવા(હ), શહેરા બેઠકો ઉપર સવારે 8 વાગ્યાથી મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારે બે કલાક સુધી મતદારશોએ ઉત્સાહપુર્વક મતદાન કર્યુ હતુ. શહેરી વિસ્તારના મતદારોમાં મતદાન માટે નિરસતા જોવા મળી હતી. બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોના મતદારોએ ઉત્સાહપુર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. વિધાનસભાની પ્રથમ તબકકાના મતદાન માટે મતદારોના નિરસ મતદાનને લઈ રાજકિય પક્ષો દ્વારા બીજા તબકકાના મતદાનમાં ભારે પ્રમાણમાં મતદાન થાય તે માટે મતદાન કરવા માટે પાર્ટીઓ દ્વારા જનસભાઓમાં અપીલ કરતા જોવા મળ્યા હતા. તેમ છતાં આજે બીજી તબકકાની મતદાન અને લોકશાહીના પર્વમાં પણ મતદારો મતદાન મથક સુધી પહોંચવામાં નીરસ જોવા મળ્યા છે. તેમાં પણ શહેરી વિસ્તારોમાં મતદારો મતદાન માટે નિરસતચા દર્શાવી હોવાનુ જણાઈ રહ્યુ છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર સાંજે પાંચ વાગ્યા સુધી સરેરાશ 63.03 ટકા મતદાન નોંધાવવા પામ્યુ છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર દિવસ દરમિયાન કોઈ અનીચ્છનીય ધટના વગર શાંતિપુર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પુર્ણ થતાં જિલ્લાની પાંચ બેઠકો ઉપર ચુંટણી લડતા 34 ઉમેદવારોના ભાવિ ઈ.વી.એમ.મશીનજમાં સીલ થયા છે. તમામ રાજકિય પાર્ટીના ઉમેદોવારો પોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે.

પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર નોંધાયેલ મતદાનની ટકાવારી

શહેરા – 64.77 ટકા

મોરવા(હ) – 56.01 ટકા

ગોધરા – 63.65 ટકા

કાલોલ – 63.05 ટકા

હાલોલ – 61.32 ટકા