ગોધરા,
પંચમહાલ જીલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે છેલ્લી ધડી સુધી કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત નહિ કરતાં કોંગે્રસી કાર્યકરોમાંં ઉત્સુકતા વધી રહી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા 37 ઉમેદવારોની છેલ્લી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ગોધરા, શહેરા, કાલોલ, હાલોલ બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
પંચમહાલ જીલ્લાની ગોધરા બેઠક માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા રશ્મિતાબેન દુષ્યંંતભાઈ ચૌહાણને ટીકીટ ફાળવવામાં આવી છે. કાલોલ બેઠક માટે પ્રભાતસિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હાલોલ બેઠક માટે રાજેન્દ્ર પટેલને કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે શહેરા બેઠક ઉપર ખાતુભાઈ ગુલાબસિંહ પગીને કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ગોધરા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો અંગે અનેક અટકળો વચ્ચે મહિલા ઉમેદવારની જાહેરાત કરવામાં આવતાં કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આવતી કાલે હાલોલ, શહેરા અને ગોધરાના કોંગ્રેસના ઉમેદવારો પોતાના ઉમેદવારી ફોર્મ ભરશે. અંતિમ દિવસ સુધી કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજ્યની 37 બેઠકો ઉપર ઉમેદવારી જાહેરાત નહિ કરતાં કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સુકતા વધતી જતી હતી. તેની યાદી જાહેર કરવામાંં આવી છે. ઉમેદવારોની જાહેરાત બાદ કઈ બેઠકો માટે ઉમેદવારો સામે વિરોધ જોવા મળે છે. તે જોવું રહ્યું.
હાલોલ બેઠકના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ ગત વિધાનસભામાં ગોધરા બેઠકના ઉમેદવાર હતા અને 256 વોટની બીજેપીના ઉમેદવાર સામે હાર થઈ હતી. 2022ની વિધાનસભામાં ગોધરા બેઠક ઉપર ઉમેદવારી કરે તે પહેલા લધુમતિ સમાજ સહિત અન્ય કોંગે્રસીઓમાં રાજેન્દ્ર પટેલ સામે વિરોધ જોવા મળ્યો હતા. જેને લઈ રાજેન્દ્ર પટેલ હાલોલ બેઠક ઉપર માંગણી કરતા તેમને હાલોલ બેઠક થી ટીકીટ ફાળવવામાં આવી છે. રાજેન્દ્ર પટેલ બીજેપીના બાગી ગૃપનો સપોટ હોવાની હાલોલ બેઠક ઉપર જીતના દાવાનો વિશ્વાસ વ્યકત કરી રહ્યા છે.
કાલોલ બેઠકના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારની જાહેરાત કરે તે પહેલા કાલોલ કોંગે્રસના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરી ચુકયા છે. થોડા દિવસો પહેલા ભાજપને અલવિદા કરીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા પ્રભાતસિંહ ચૌહાણની રાજકીય કારર્કીદીને જોતાં કાલોલ બેઠક ઉપર બીજેપીના ઉમેદવારને હંફાવી નાખશે તેવું હાલની સ્થિતીમાં જણાઈ આવે છે.
ગોધરા બેઠક ઉ5ર કોંગ્રેસના ઉમેદવાર બનેલ રશ્મિતાબેન દુષ્યંતભાઈ ચૌહાણના પતિ દુષ્યંતભાઈ ચૌહાણ ગત-2017 વિધાનસભામાં શહેરા બેઠક ઉ5ર કોંગ્રેસના ઉમેદવાર હતા. તેમના સ્થાને કોંગ્રેસ પાર્ટી દ્વારા-2022 વિધાનસભામાં રશ્મિકાબેન દુષ્યંતભાઈ ચૌહાણને ઉમેદવાર બનાવીને મહિલા ઉમેદવારને બીજેપી સામે મેદાનમાં ઉતારી છે.
શહેરા બેઠક ઉ5ર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાયેલા ખાતુભાઇ પગી જે થોડા સમય પહેલા ભાજપ માંથી શહેરા બેઠકના ઉમેદવારના નામની જાહેરાત થતાં ભાજપ માંથી નારાજ થઈને ભાજપ માંથી રાજીનામું આપીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તેમને શહેરા બેઠક ઉ5ર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવતાં જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે.