ગોધરા,પંચમહાલ જીલ્લામાં નલ સે જલ યોજનાની અધુરી કામગીરી ઉનાળા પુરી કરવામાં આવે તેવી માંંગ સાથે જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને આવેદન આપીને રજુઆત કરવામાં આવી છે. યોજનાનું કામ આગળ વઘ્યું નથી. તેમજ નલ સે જલ યોજનામાં ગેરવહિવટ કરનાર સામે કાર્યવાહી કરાઈ નથી. યોજના પાછળ કરોડો રૂપીયા ખર્ચવા છતાં લાભ પ્રજાને મળ્યો નથી. હવે જ્યારે ઉનાળાની સીજન શરૂ થઈ છે. ત્યારે પાણીની કિલ્લત દુર કરવા માટે અસરકારક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે પંચમહાલ જીલ્લા વિકાસ અધિકારીને જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે.