ગોધરા,
પંચમહાલ જીલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનન લઈ વાતાવરણ ઠંડુગાર બન્યું છે સાથે જીલ્લામાં કમોસમી વરસાદ થવાની શકયતા દેખાઈ રહી છે. જેને લઈ ખેડુતો ચિંતામાં મુકાયા છે.
પંચમહાલ જીલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ ધટયું હતું. પરંતુ આજે વહેલી સવાર થી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. જીલ્લા સહિત ગોધરામાં વાદળછાયા વાતાવરણ અને બપોર બાદ ઠંડા પવનને લઈ વાતાવરણ ઠંડુગાર બન્યું છે. જીલ્લાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શકયતાઓ દેખાઈ રહી છે. શહેરા તાલુકામાં કમોસમી વરસાદ પડતાં ખેડુતોને ઉભા પાકો જેવાં કે, તુવેર, રાયડો, કપાસમાં નુકશાન થવાની ચિંતા વ્યકત કરી છે. બપોર બાદ ઠંડા પવનોને લઈ લોકો ગરમ વસ્ત્રોને બહાર કાઢયા છે.