- જાંબુધોડા તાલુકામાં મેધરાજાની ધમાકેદાર બેટીંગ : 6 ઈંચ વરસાદ ખાબકયો.
ગોધરા, પંચમહાલ જીલ્લામાં સપ્તાહના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે જાંબુધોડા તાલુકામાં મેધરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા મોટી સાંજ સુધી 6 ઈંચ વરસાદ ખાબકયો છે.
પંંચમહાલ જીલ્લામાં એક સપ્તાહથી વિરામ લેતાં લોકો ભારે ગરમી અને બફારા થી ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જીલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જ્યારે જાંબુધોડા તાલુકામાં વહેલી સવારથી ધમાકેદાર વરસાદ પડયો હતો. મોડી સાંજ સુધી 6 ઈંચ જેટલા વરસાદ ખાબધી ચુકયો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજરોજ ધીમી ધારે સપ્તાહ બાદ વરસાદ પડતાં ખેડુતોમાં ખુશી જોવા મળી છે.
પંચમહાલ જીલ્લામાં નોંધાયેલ વરસાદના આંકડા….
ગોધરા – 3 મી.મી.
શહેરા – 10 મી.મી.
મોરવા(હ)- 7 મી.મી.
હાલોલ – 30 મી.મી.
કાલોલ – 1 મી.મી.
ધોધંબા – 7 મી.મી.
જાંબુધોડા – 6 ઈંંચ
મોરવા(હ)ના હડફ ડેમ માંથી 17758 કયુસેક પાણી છોડતા નદી બે કાંઠે…..
મોરવા(હ) તાલુકાના હડફ ડેમમાં ઉપરવાસમાંં પડેલ ભારે વરસાદની 1780 કયુસેક પાણી આવક નોંધાતા ડેમનું રૂલ લેવલ સપાટી જાળવી રાખવા માટે ડેમના 1 ગેટ ખોલી 1775 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. હડપ ડેમ માંથી પાણી છોડવામાં આવતાંં હડપ નદી બે કાંઠે વહેતી થઈ.