- 4 કલાક પડેલ વરસાદને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
- મેશરી નદી બે કાંઠે થઈ.
પંચમહાલ જીલ્લાના તમામ તાલુકાઓમાં શનિવારે મોટી સાંજે સાર્વત્રિક વરસાદ નોંધાવા પામ્યો હતો. જેમાં શહેરા, મોરવા(હ), અને ગોધરામાં સૌથી વધુ વરસાદ પડયો હતો. ચાર કલાક સુધી વરસેલ વરસાદને લઇ ગોધરા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો પરેશાન થયા હતા.
પંચમહાલ જીલ્લામાં શનિવારના દિવસ આખો વરસાદી માહોલ વચ્ચે અમુક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડયો હતો. રાત્રીના 8 વાગ્યા પછી જીલ્લાના તમામ જીલ્લાઓમાંં ધોધમાર વરસાદ પડયો હતો. ગોધરા શહેરમાં ચાર કલાક સુધી ધમાકેદાર વરસાદ પડતા શહેરના તમામ રસ્તાઓ ઉપર પાણી ભરાયેલ જોવા મળ્યા હતા. સાથે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અને ચાલુ વરસાદને લઈ રહિશો ચિંતીત બન્યા હતા. શહેરમાં ચાર કલાક પડેલ ધોધમાર વરસાદને લઈ મેશરી નદી બે કાંઠે થઈ હતી. મેશરી નદી બે કાંઠે થતા નદી કિનારે રહેતા પરિવારો ચિંતામાં મુકાયા હતા. વહેલી સવારે મેશરી નદી માંથી પાણી ઓસરી જતાં કિનારા વિસ્તારમાંં રહેતા પરિવારોએ હાશકારો થયો હતો.
ગોધરા શહેરમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો, શહેરામાં 42 મી.મી., મોરવા(હ)માં 43 મી.મી. વરસાદ નોંધાયો હતો. ગધરા શહેરમાં એક સાથે ચાર કલાક સુધી વરસાદ પડતા ખેડુતો આનંદિત થયા હતા.
પંચમહાલ જીલ્લામાં નોંધાયેલ વરસાદ…
- શહેરા- 42 મી.મી.
- મોરવા(હ)-43 મી.મી.
- ગોધરા- 4 ઈંચ
- કાલોલ- 19 મી.મી.
- ધોધંબા-11 મી.મી.
- હાલોલ-29 મી.મી.
- જાંબુધોડા-25 મી.મી.