ગોધરા,નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ-નાલ્સા, ન્યૂ દિલ્લીના આદેશથી તેમજ નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા.13મી મે, 2023 શનિવારના રોજ પંચમહાલ જિલ્લા મથક ગોધરાની અદાલતો સાથે-સાથે શહેરા, મોરવા (હ.), કાલોલ, હાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા તાલુકા મથકોની તમામ કોર્ટોમાં, નામદાર અધ્યક્ષ, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પંચમહાલ અને પ્રિન્સીપલ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ જિલ્લા અદાલત પંચમહાલના અધ્યક્ષસ્થાને નેશનલ લોક અદાલત યોજવામાં આવશે.
જેમાં તમામ પ્રકારના સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો જેમ કે, ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ ઓફેન્સ, નેગોશીએબલ ઈનસ્ટુમેન્ટ એકટ-138 હેઠળના કેસો, બેંક રિકવરીના કેસો, એમ.એ.સી.ટી. કેસો, મેટ્રીમોનીયલ કેસો, લેબર ડીમ્પ્યુટ કેસો, ઈલેકટ્રીક અને વોટર બીલ (ચોરીના નોન -કંપાઉન્ડેબલ સિવાય) કેસો, સર્વિસ મેટર જેમાં પગાર ભથ્થાં અને નિવૃત્તિના લાભોને લગતાં કેસો, એલ.એ.આર., રેવન્યુ કેસો, અન્ય સીવીલ કેસો (રેન્ટ, ઈઝમેન્ટરી રાઈટસ, ઈન્જેકશન શુટ, સ્પેસીફીક પરફોર્મેન્સ શુટ) અને પ્રિ-લીટીગેશન કેસો વગેરે સમાધાન અર્થે મૂકી શકાશે.
નેશનલ લોક અદાલત થકી વધુમાં વધુ લોકો સમાધાનથી-વિવાદમુક્ત બને તે હેતુથી આ સમગ્ર આયોજન કરાશે. જેમાં સમાધાન કરવા ઈચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સંબંધિત કોર્ટોનો અથવા જિલ્લા કાનુની સેવા સત્તા, ગોધરા, ડીસ્ટ્રીકટ કોર્ટ કંપાઉન્ડ, સીવીલ અને ક્રીમીનલ કોર્ટ બિલ્ડીંગ, બીજો માળ રૂમ નં.323 ખાતે સંપર્ક કરવા સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પંચમહાલે જણાવ્યું છે.