ગોધરા,મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતનીશરૂઆતતા.24મી એપ્રિલ, 2003ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમને 20 વર્ષ પુર્ણ થવાના અવસરે રાજ્યભરમાં પ્રજાના પ્રશ્ર્નોના નિકાલ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં સ્વાગતસપ્તાહની ઉજવણી થઈ રહી છે. ગ્રામ્ય સ્તરથી જિલ્લાકક્ષા સુઘીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જનતાના પ્રશ્ર્નોના નિવારણ માટે જિલ્લા વહિવટીતંત્ર પ્રતિબઘ્ઘ છે. સ્વાગત સપ્તાહની જનજાગૃતિ ઉજવણી અંતર્ગત ગ્રામ્યકક્ષા બાદ તા.26મી એપ્રિલ, બુધવાર નારોજ પંચમહાલ જિલ્લાના તમામ સાત તાલુકામાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં તાલુકાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લા કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન અને રાહબરી હેઠળ તમામ તાલુકાઓ ખાતે વિવિધ પ્રશ્ર્નોનું નિવારણ આવે તેવા પ્રયાસો હાથ ધરાશે.
રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ અન્વયે નાગરિકો સ્વાગત કાર્યક્રમનો મહત્તમ ભાગ લઈ શકે અને સરકારના લોકાભિમુખ વહીવટથી અવગત થાય અનુભવ કરે તેવા ઉમદા આશય સાથે હાલમાં સ્વાગત સપ્તાહની થઈ રહેલી ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આજસુધી ગ્રામ્ય સ્વાગતમાં કુલ 5618 અરજીઓ માંથી 5004 અરજીઓનો હકારાત્મક નિકાલ, તાલુકા સ્વાગતમાં 7615 અરજીઓ સામે 7554 અરજીઓનો હકારાત્મક નિકાલ, જિલ્લા સ્વાગતમાં 1749 અરજીઓની સામે 1734 અરજીઓનો નિકાલ, રાજ્ય સ્વાગતમાં 10 અરજીઓની સામે 100% નિકાલ, રાઈટ ટુ સીએમઓ અંતર્ગત 35 માંથી 35 અરજીઓનો નિકાલ, લોકફરીયાદમાં 715 અરજીઓની સામે 710 અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો છે.
ચાલુ માસમાં પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય સ્વાગતમાં કુલ 614 અરજીઓ રજૂ થયેલ છે. જેનો આવતીકાલે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નિયમોનુસાર નિકાલ સારૂં પ્રયત્નો હાથ ધરાશે.
તા.27 એપ્રિલના રોજ કલેકટર પંચમહાલ આશિષ કુમારની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ રાજ્ય સ્વાગત કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે. જેમાં વર્ચૂઅલી માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે તમામ જિલ્લા અને તાલુકાઓ પણ જોડાશે અને લાભાર્થીઓ સાથે સંવાદ પણ સાધવામાં આવશે.