પંચમહાલ જિલ્લાના જાહેર ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓને ફાળાની રકમ ભરવા માટે સૂચન કરાયું

ગોધરા,જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી,ગોધરાના ઇ/ચા મદદનીશ ચેરિટી કમિશનરે એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ચેરિટી કમિશનર ગુજરાત રાજય અમદાવાદની સુચના મુજબ સરકારમાં નોંધાયેલા જાહેર ટ્રસ્ટોના બાકી ફાળો વસુલ કરવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. જે આગામી તા.31/05/2023 સુધી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી ગોધરા ખાતે ફાળાની રકમ ભરી જવા જણાવવામાં આવ્યું છે.

આ અંગે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ગોધરાના ઇ/ચા મદદનીશ ચેરિટી કમિશનર ડી.જે.મેકવાને જણાવ્યું છે, કે અગાઉના વર્ષના ફાળાની રકમ ભરવાની બાકી રહેતી હોય તેવા ટ્રસ્ટોના ટ્રસ્ટીઓએ તા.31/05/2023 સુધીમાં ટ્રસ્ટોના ફાળાની બાકી રકમો માટે ચેક/ડીમાન્ડ ડ્રાફટ/રોકડા મદદનીશ ચેરિટી કમિશનર,ગોધરાના નામે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ચેરિટી ભવન, મારૂતી નગર બલાજી-2ની પાછળ કોર્મસ કોલેજ પાસે બામરોલી રોડ,ગોધરા ખાતે ફાળાની રકમ ભરી જવા ટ્રસ્ટીઓને જણાવવામાં આવે છે.

વધુમાં બાકી ફાળો વસુલ કરવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. ફાળો ભરવાની નોટીસ અધિનિયમની કલમ-58,59 અન્વયે કાઢવા છતાં પણ બાકી રકમનું ચુકવણું ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં ન આવે તો તેવા ટ્રસ્ટો/ટ્રસ્ટીઓ વિરૂધ્ધ અધિનિયમની કલમ-66-67 અન્વયે આગળની ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.