ગોધરા, રાજય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. જેવી કે સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સ્પર્ધાઓ અને રાજય એસોસીયેશન દ્વારા આંતર રાષ્ટ્રીયકક્ષા અને રાજયકક્ષાના રાજયના ચંદ્રક વિજેતા ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદિપસિંહજી બારીયા એવોર્ડ, રાજયના સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સ્પર્ધા અને એસોસીયેશન ઘ્વારા રાષ્ટ્રીયકક્ષાના રાજયના ચંદ્રક વિજેતા ખેલાડીઓને શિષ્યવૃતિ અને રાષ્ટ્રીયકક્ષાના રાજયના ભાગ લેનાર ખેલાડીઓને માટે વૃતિકા આપવાની, નિવૃત રમતવીરોને પેન્શન આપવાની, રાજયના રમતગમત મંડળોને માન્યતા અને અનુદાન, વ્યાયામ શાળાઓને માન્યતા અને અનુદાન, અંબુભાઈ પુરાણી એવોર્ડ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જતા ગુજરાતના ખેલાડીઓને આર્થીક સહાય વગેરેનો સમાવેશ થાય છે.
આમ ઉકત યોજનાઓમાંથી લાભ લેવા માંગતા પંચમહાલ જીલ્લાના ખેલાડીઓ પાસેથી સને વર્ષે 2024-25ના વર્ષ માટે અરજી મંગાવવામાં આવે છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબ સાઈટ લીંક https://sportsauthority.gujarat.gov.in 52થી ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ જીલ્લા રમતગમત અધિકારી પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.