પંચમહાલ જીલ્લાના ખેડુતોને રવિ સીઝનમાં ખાતરની અછતને લઈ ખેડુતોને પડતી મુશ્કેલીઓ હલ કરવા કૃષિ મંત્રીને ગુજરા પ્રદેશ ભાજપ કારોબારી સભ્યની રજુઆત

ગોધરા,

પંચમહાલ જીલ્લામાં રવિ સીઝનમાં ખેડુતોએ પાકની વાવણી કરેલ છે અને પાકને ખાતરની જરૂરીયાત ઉભી થયેલ છે. ખાતરની અછત ઉભી થતાં ખાતર ખરીદી કેન્દ્રો ઉપર ખેડુતોને લાંંબા લાઈનોમાં ઉભા રહેવુંં પડે છે. ત્યારે જીલ્લામાં રવિ સીઝન માટે ખેડુતોની જરૂરીયાત મુજબ ખાતરનો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ સાથે કૃષિ મંત્રીને ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય દ્વારા લેખિત રજુ કરાઈ.

પંચમહાલ જીલ્લામાં ખેડુતો દ્વારા મોટા પ્રમાણમાં રવિ સીઝનના પાકનું વાવેતર કરેલ છે. ખેડુતોને રવિ પાક માટે ખાતરની ખુબ જરૂરીયાત ઉભી થયેલ છે. પરંતુ છેલ્લા ધણા સમયથી જીલ્લામાં ખાતરની ખૂબ અછત ઉભી થયેલ છે. જેને લઈ ખાતર ખરીદી કેન્દ્રો ઉપર ખેડુતો ખાતર ખરીદવા લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. જીલ્લામાં ચાલુ વર્ષ અંદાજીત 6,000 મે.ટન ખાતરની જરૂરીયાત છે. તેની સામે ખાતર વિતરણ કરતી કંપનીઓ દ્વારા લક્ષ્યાંક મુજબની ફાળવણી થયેલ નથી. જેને કારણે ખેડુતોને ખાતરનું વિતરણ થઈ શકતું નથી અને ખેડુતોના ઉભા પાકને નુકશાન થઈ રહ્યું છે. પંચમહાલ જીલ્લામાં ખાતરનું વિતરણ કરતી કંપનીઓ ઈફકો, કુંભકો, નર્મદા કંપનીઓ દ્વારા સહકારી સંસ્થાઓને ફાળવણી કરવાની જગ્યાએ એગ્રો સેન્ટરો અને પ્રાઈવેટ સેન્ટરોને ખાતરની વધારે ફાળવણી કરે છે. સાથે રાસાયણિક ખાતર કંપનીઓ સહકારી સંસ્થાઓને વધારાની પ્રોડકટ ખરીદવા દબાણ કરવામાં આવે છે. જ્યારે એગ્રો સેન્ટરો અને પ્રાઈવેટ સેન્ટરોને માત્ર ખાતર ખરીદી માટે પ્રોત્સાહન આપે છે આ કંપનીઓના એરીયા મેનેજરો અને લાયઝન અધિકારીઓ સહકારી સંસ્થાઓ સાથે ભેદભાવ ભર્યું વલણ પંચમહાલ જીલ્લામાં અપનાવી રહી છે. આ બાબતે ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્યો ગોપાલભાઈ ધનશ્યામભાઈ પટેલ દ્વારા રાજયના કૃષિ મંત્રી રાધવજી પટેલને લેખિત રજુઆત કરાઈ છે કે, ખાતર વિતરણ કરતી કંપનીઓને પંચમહાલ જીલ્લામાં સપ્લાય પ્લાન મુજબ અંદાજે 5700 મે.ટન જથ્થો જણાવેલ છે. તે મુજબ જીલ્લામાં પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળી રહે તેવી કાર્યવાહી કરવા રજુઆત કરાઈ.

બોકસ: ,

પંંચમહાલ જીલ્લામાં રવિ સીઝનના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલ છે. હાલમાં પાકમાં ખાતરની જરૂરીયાત છે. તેવા સમયે જીલ્લા સહિત ગોધરાના ખાતર ખરીદી કેન્દ્રો પર યુરીયા ખાતર નથી. તેવા બોર્ડ લાગેલા જોવા મળ્યા છે. ખેડુતો ખાતરની તંગીને લઈ પાકને નુકશાન થવાની ચિંતામાં મુકયા છે.