પંચમહાલ જિલ્લાના ખેડૂતો જોગ બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા બાગાયત અધિકારી

  • જિલ્લાના ખેડૂતો બાગાયત ખાતા દ્વારા પોર્ટલ પર વિવિધ ઘટકોમાં સહાય અરજીઓ મેળવવા માટે 31 મે સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

ગોધરા,ગુજરાત સરકાર દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ચાલુ વર્ષમાં ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે આઇ-ખેડૂત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

પંચમહાલ જિલ્લાના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે આગામી 31મે-2023 સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે. સહાય મેળવવા માંગતા ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતેના ઈ – ગ્રામ સેન્ટર પર વી.સી.ઈ. મારફત અથવા ઓનલાઇન બંનેમાંથી જે સરળ પડે તે મુજબ ઑનલાઇન અરજી કરવાની રહેશે.અરજી કર્યા બાદ અરજીની નકલ,8- અ, 7/12, જાતિનો દાખલો, આધારકાર્ડ તથા આધારલીંક બેંક પાસબુકની નકલ સાથેની વિગતો દિન 7માં નાયબ બાગાયત નિયામકની કચેરી,જિલ્લા સેવાસદન 2, બીજો માળ, ગોધરા જી.પંચમહાલ ખાતે પહોંચાડવાની રહેશે. વધુ વિગતો માટે ફોન નંબર 02672- 240039 ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક ગોધરા પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.