પંચમહાલ જિલ્લાના ખેડૂતોજોગ,બાગાયત ખાતાની વિવિધ યોજનાઓમાં કરેલી ઓનલાઇન અરજીની વિગતો આગામી તા.25 જુન સુધી જમા કરાવી શકાશે

ગોધરા, પંચમહાલ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે વર્ષ 2023-24માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડુતોએ ઓનલાઇન અરજીઓ કરવા માટે I KHEDUT પોર્ટલ તા.22-04-2023 થી તા.31-05-2023 સુધી સરકાર દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાંથી ખેડુતો દ્વારા બાગાયત ખાતા દ્વારા કાર્યરત યોજનાઓના અલગ અલગ ઘટકો માટે સહાય યોજનાઓના લાભ લેવા માટે કુલ 8398 અરજીઓ આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન નોંધાઈ છે. આ સહાય યોજનાઓના લાભ મેળવવા માટે ખેડુતોએ કરેલી અરજીઓ જરૂરી સાધનિક કાગળો જેવા કે અરજીની પ્રિંટ નકલ, 7/12 અને 8-અ, આધારકાર્ડની ઝેરોક્ષ નકલ અને અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના ખેડુત લાભાર્થીઓએ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા જાતિના દાખલાની વિગતો આગામી તા.25/06/2023 સુધીમાં નાયબ બાગાયત નિયામકની કચેરી,ગોધરા, જિ.પંચમહાલ ખાતે અચુક જમા કરાવવાના રહેશે. જરૂરી સાધનિક કાગળો વિનાની તેમજ નિયત સમયમાર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી જેની ખેડુત મિત્રોને ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા બાગાયત ખાતાની કચેરીના ફોન નંબર 02672-240039 ઉપર રૂબરૂ કે ટેલીફોનીક સંપર્ક કરી શકાશે તેમ નાયબ બાગાયત નિયામક, ગોધરાએ જણાવ્યું છે.