
ગોધરા,
ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા ઘોઘંબા તાલુકાના નવાગામ ખાતે તેમજ જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ, સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ અંતર્ગત એક દિવસીય ખેડૂત તાલીમ શિબીર યોજાયેલ હતી. આ કાર્યક્રમમાં જિલ્લાના બાગાયત વિભાગ, જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા કચેરી તેમજ બાગાયત સંશોધન કેંદ્ર વેજલપુર ખાતેથી વૈજ્ઞાનિક સહિત વિવિધ અધિકારી કર્મચારીઓએ બાગાયતી ખેતીમાં પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયત વિભાગ હસ્તક ચાલતી વિવિધ સહાયલક્ષી ચોજનાકીય માહિતી વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. તેમ નાયબ બાગાયત નિયામક ગોધરા, પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.