પંચમહાલ જીલ્લાના કાલોલ મુકામે આવેલ શ્રી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટના કર્મીને નોકરીમાં પુન:સ્થાપિત કરવા મજુર અદાલત ગોધરાનો આદેશ

ગોધરા, પંચમહાલ જીલ્લાના કાલોલ મુકામે હાલોલ ગોધરા હાઈવે રોડ શામળદેવી મુકામે આવેલ શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટમાં તારીખ 1/7/93 થી પટાવાળા તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ સવજીભાઈ બારોટને સંસ્થા દ્વારા તારીખ 13/12/18 ના રોજ નોકરીમાંથી ગેરકાયદેસર રીતે મજુર કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી છુટા કરી દેવામાં આવેલ જે બાબતે અરજદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ.એસ.ભોઈનો સંપર્ક કરી તેમને થયેલા ન્યાય બાબતે સંસ્થાને નોટીસ આપી અરજદારને પડેલા દિવસોના પગાર સાથે મૂળ જગ્યાએ પુન: સ્થાપિત કરવાની જાણ કરેલ પરંતુ સંસ્થા તરફથી કોઈ યોગ્ય પ્રત્યુતર ન મળતા. ફેડરેશને ઔદ્યોગિક વિવાદ ધારા 1947 ની કલમ 10 (1) હેઠળ કાનૂની કાર્યવાહી અર્થે મજૂર અદાલત ગોધરા સમક્ષ વિવાદ રેફરન્સ કરાવેલ જે કેસ કામે અરજદારે સંસ્થામાં વફાદારી પૂર્વક કરેલી કામગીરી બાબતે મજૂર અદાલત ગોધરા સમક્ષ લેખિત નિવેદન રજૂ કરે છે. જે નિવેદન માં જણાવેલ તમામ હકીકતો પુરવાર કરવા ફેડરેશનના પેનલ એડવોકેટ સતીષ.એ. ભોઈ તથા વૈભવ.આઈ.ભોઈ દ્વારા અદાલત સમક્ષ સંયુક્ત દલીલો કરતા મજુર અદાલત ગોધરાના ન્યાયાધીશ એચ.એ.મકા દ્વારા અરજદારને થયેલ અન્યાય બાબતે કેસમાં પડેલા પુરાવા આધારિત સંસ્થાનું અરજદારને નોકરીમાંથી છૂટા કરવાનું પગલું ગેરકાયદેસર ઠેરવી તેઓને તેમની મૂળ જગ્યાએ નોકરીમાં પુન:સ્થાપિત કરવા તથા રૂા.5,000/ ખર્ચ પેટે ચૂકવવાનો તથા દિન 30 માં હુકમનું પાલન કરવા આંક 23 થી તારીખ 10/1/23ના રોજ હુકમ જારી કરેલ છે. જે આદેશ થકી વર્ષોથી બેરોજગાર રહેલા કામદાર પરિવાર ના આનંદ છવાયો છે.