પંચમહાલ જીલ્લાના કાલોલમાં પાણીની પાઇપ માટે ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં થતાં વાહનો ફસાયા

પંચમહાલ જીલ્લાના કાલોલની નગરપાલીકા હાલ ચીફ ઓફિસર અને વહીવટદારના હાથમાં છે, તેવામાં કાલોલ શેહેરમાં અનેક પ્રકારની પારાવાર તકલીફોનો સામનો કાલોલ નગરજનો કરી રહ્યા છે, એ પછી સાફ સફાઈ હોઈ કે સ્ટ્રીટ લાઈટો હોઈ કે મૂળભૂત જરૂરીયાતો હોઈ કાલોલ નગરપાલિકાના વહીવટદારોને કોઈ પણ પ્રકારની ચિંતાના હોઈ તેવું દેખાય રહ્યું છે. થોડા સમય અગાઉ થી કાલોલમાં પીવાના પાણીની લાઈનની કામગીરી અંતર્ગત ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે આ કામગીરી દરમ્યાન યોગ્ય રીતે પુરાણ કરવામાં નહીં આવતાં તાજેતરમાં થયેલા વરસાદમાં માટી બેસી જતાં માર્ગ ઉપરથી અવરજવર કરતાં અનેક વાહનચાલકો ફસાઈ રહયા છે.

તાજેતરમાં ખાબકેલા થોડાજ વરસાદે પાલિકા તંત્રની કામગીરીની પોલ ખોલી નાંખી. વાહનચાલકો ભોગ બની રહયા છે.

ત્યારે તંત્ર દ્વારા યોગ્ય રીતે પુરાણની કામગીરી કરવામાં આવે અને ચોક્કસ ભ્રષ્ટાચાર વગરનું કામ થાય તેવી કાલોલ નગરજનોની માંગ ઉઠવા પામી છે.