પંચમહાલ જીલ્લાના હાલોલ સબ રજીસ્ટ્રાર, આઈ.આર.ગોધરા સ્ટેમ્પ ડયુટી કલેકટરના મેળાપીપણામાંં સ્ટેમ્પ ડયુટીની ચોરી કરાવી 500 કરોડના ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ સાથે ગાંંધીનગર નોંધણીસર નિરીક્ષકને લેખિત રજુઆત

ગોધરા,

પંચમહાલ જીલ્લાના હાલોલ સબ રજીસ્ટ્રાર, આઈ.આર.ગોધરા તેમજ સ્ટેમ્પ ડયુટી અધિકારીના દ્વારા માર્ગદર્શન આપીને હરાજી થયેલ કંપનીના વેચાણ દસ્તાવેજ ભરવાપાત્ર સ્ટેમ્પ ડયુટી રકમ પ્રમાણે જંત્રી મુજબ 4,50,00,000/- થતી હોય જેની સામે સ્ટેમ્પ ડયુટી 22,05,000/-રૂપીયા ભરાવીને કંપનીને ફાયદો કરાવી સરકારને 1 કરોડ રૂપીયા નુકશાન કરી 500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ કરવામાં આવ્યો.

હાલોલની મારૂતી કોન્સુલીન્ડર પ્રા.લી.ની હરાજી થઈ હતી. હરાજી દરમ્યાન કંપનીની કિંમત એન.સી.એલ.ટી.ની હરાજી મુજબ રૂા.25,00,00,000/-ની હતી. તે પ્રમાણે વેચાણ દસ્તાવેજની ભરવાપાત્ર સ્ટેમ્5 ડયુટી રકમ 4.9% પ્રમાણે 1,22,50,000/-રૂા. થાય છે. તેની કપંનીની જંત્રી પ્રમાણે 4,50,00,000/-રકમ થતી હોય જેની સ્ટેમ્5 ડયુટી 22,05,000/-રૂપીયા જેવી થાય છે. ત્યારે આ વેચાણ દસ્તાવેજમાં હાલોલ સબ રજીસ્ટ્રાર, આઈ.આર. અધિકારી તેમજ સ્ટેમ્5 ડયુટી કલેકટર ત્રણે અધિકારીઓ ભેગા મળીને મારૂતી કોત્સુસીલીન્ડર પ્રા.લી.ને માત્ર જંત્રી જેટલી વેચાણ કિંમત ગણી સ્ટેમ્પ ડયુટીના રૂા. 22,05,000/- વસુલ કરેલ છે. તેમજ કંપનીને થતાં ફાયદામાં 50 % રકમ એટલે 50

00,000/-રૂપીયા (પચાસ લાખ રૂપીયા)નેા ત્રણે અધિકારીઓએ ભેગા મળી ભ્રષ્ટાચાર કરી કંપનીના પચાસ લાખ રૂપીયાનો ફાયદો કરાવી સરકારને 1,00,00,000/-રૂપીયા ( 1 કરોડ રૂપીયા )નું નુકશાન કરેલ છે. આ પ્રમાણે 2019-20માં ખુલ્લા પ્લોટ વેચાણના જી.આર.બહાર પાડવામાં આવ્યો હતો. બિલ્ડરો સ્થળ ઉપર મકાન બાંધી ઓપન પ્લોટોના દસ્તાવેજ કરીને સ્ટેમ્પ ડયુટીની ચોરી કરતા હતા. જી.આર. બહાર પડયા બાદ દરેક બિલ્ડરોએ પુરી સ્ટેમ્પ ડયુટી ભરી અધુરા બાંધકામના દસ્તાવેજો કરવાના ચાલુ કર્યા હતા. જેમાં હાલોલ સબ રજીસ્ટ્રારને દસ્તાવેજ 5,000/-રૂપીયાની આપવાની નકકી કરી હતી અને એક વર્ષ કમાણી કરી હતી. તેમાં પણ ત્રણ અધિકારીઓ ભેગા મળી અધુરા બાંધકામવાળા દસ્તાવેજોની નોંધણી બંધ કરી ખુલ્લા પ્લોટના દસ્તાવેજ ચાલુ કરાવી દસ્તાવેજ દીઠ 25,000/-રૂપીયા લઈને ભ્રષ્ટાચાર કર્યો હતો. હાલોલ સબ રજીસ્ટ્રારમાં હાલોલમાંં થતા ખેતીના દસ્તાવે જો પૈકી 80 % દસ્તાવેજ ફકત એક જ વ્યકિત કરે છે. તેમાં પણ સંયુકત પરિવારથી જમીનો પણ સંમતી વગર વેચાણ કરવા ગુંઠા દીઠ 5,000/-રૂપીયા લાંચ આપવાની નકકી કરેલ આંમ, પંચમહાલ હાલોલ સબ રજીસ્ટ્રાર, આઈ.આર.ગોધરા તથા સ્ટેમ્પ ડયુટી કલેકટરના મેળાપીપણામાં સ્ટેમ્પ ડયુટી કરવા માર્ગદર્શન આપી અત્યાર સુધી 500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ સાથે ગુજરાત રાજ્ય નોંધણી સહ નિરીક્ષક કચેરીના જેનુ દેવનને લેખિત રજુઆત કરવામાં આવી છે.