પંચમહાલ જીલ્લાના હાલોલ-કાલોલના 7 ગામોમાં સ્વચ્છ ભારત મિશન ફેઝ-2 અંતર્ગત ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટનું ખાતમૂર્હત કરાયું

  • હાલોલ અને કાલોલના ધારાસભ્યોના હસ્તે ખાતમૂર્હત કરાયું.
  • ગટરના ગંદા પાણી ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટથી સુવિધાકરણ કરી સિંચાઈ કુવા રિચાર્જ ઉપયોગ કરાશે.

ગોધરા,

પંચમહાલ જીલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ ફેઝ-2 જીલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી પંચમહાલના સહયોગથી પ્રવાહી કચરા વ્યવસ્થાપન ગ્રે-વોટર મેનેજમેન્ટ યુનિટ (વેકયા મોડેલ પ્રોજેકટ) હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હસ્તે બે તાલુકાના 7 ગામોમાં ગ્રે-વોટર મેનેજમેન્ટ યુનિટનુંં ખાતમૂર્હત કરવામાં આવ્યું.

પંચમહાલ જીલ્લાના હાલોલ અને કાલોલ તાલુકાના 7 ગામોમાં જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.આર.પટેલ સહિતના ગ્રામજનો લોકોની હાજરીમાં આ પ્રોજેકટનું ખાતમૂર્હત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ તમામ યુનિટ છ મહિનામાં તૈયાર થશે. હાલોલના કંજરી ગામે 4118ની વસ્તી ધરાવે છે. જ્યાં ગટર લાઈન ધરાવતા 1145 કુટુંબો છે. જ્યાં 250કે.એલ.સી. ધરાવતો પ્લાન્ટ આકાર પામશે. હાલોલના બાસ્કા ગામે 4188 કે.એલ.ડી. ધરાવતો પ્લાન્ટ બનશે. કોટામેંંડા ગામે 1200 વસ્તી ધરાવે છે. ગટર લાઈન 200 કુટુંબો છે. 160 કે.એલ.સી.ના પ્લાન્ટ બનશે. કાલોલના સમા ગામની 2746ની વસ્તી જ્યાંં ગટર લાઈન ધરાવતા 490ની સંંખ્યા છે. 200 કે.એલ.ડી. ધરાવતો પ્લાન્ટ બનશે. બોરુ ગામે 2408 વસ્તી ધરાવે છે. જ્યાંં ગટર લાઈન 382 કુટુંબો ધરાવ છે. 200 કે.એલ.ડી. ધરાવતો પ્લાન્ટ બનશે. ડેરોલ ગામ 4774 વસ્તી આવેલ છે. 520 કુટુંબો ગટર લાઈન ધરાવે છે. જ્યાંં 260 કે.એલ.સી. ધરાવતો પ્લાન્ટ બનશે. કાતલો ગામની 1942ની વસ્તી સામે 546 કુટુંબો ગટર લાઈન ધરાવે છે. જ્યાંં 200 કે.એલ.સી.નો પ્લાન્ટ બનશે. ગામમાંં ગટર માંથી નિકળતુંં ગંદુ પાણી આઉટલેટ મારફતે છુટુ તથા તળાવ, કોતર, નદીમાં છોડવામાં આવશે. જેથી ગંદકી કીચડ અને મચ્છર ઉત્પન્ન થાય તો બિમારીઓની સંભાવના રહેલી છે. તેવા સ્થળે ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટ થકી ગંંદા પાણીની શુદ્ધિકરણ કરી પાણીને ઈરીગ્રેશનમાંં અથવા રીચાર્જમાં ઉપયોગમાં ખાતર પણ ઉત્પન્ન કરી વેચાણ કરી શકાય છે.