પંચમહાલ જીલ્લાના ગ્રામીણ ડાક સેવકના કર્મચારીઓની પડતર માંગણીઓને લઈ હડતાળ ઉપર જતાં ગ્રામીણ ડાક સેવાઓ ખોરવાઈ

હાલોલ,પંચમહાલ જીલ્લાના હાલોલ, ધોધંબા, મોરવા(હ), કાલોલ તાલુકાના ગ્રામીણ ડાક સેવક તરીકે સેવા આપતા કર્મચારીઓએ તેઓની પડતર માંગણીઓ નહિ સ્વીકારતા આજથી અચોકકસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી સબ પોસ્ટ માસ્તરને લેખિતમાં જાણ કરી આવેદન આપ્યું.

પંચમહાલ જીલ્લાના હાલોલ, ધોધંબા, મોરવા(હ), કાલોલ, શહેરા તાલુકાના ગ્રામીણ ડાક સેવક તરીકે સેવા આપતાં કર્મચારીઓની પડતર માંગણીઓને લઈ અચોકકસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ગ્રામણી ડામ સેવકોની માંગણીઓ જેવી કે, આઠ કલાકની ફરજનો લાભ અને સિવિલ સર્વેન્ટનો દરજજો મળે, નાણાંકીય ઈન્ક્રીમેન્ટ, નિવૃતિ બાદ મળવા પાત્ર ફિકસ ગે્રજયુટીની રકમ વધારો કરવામાં આવે તેમજ 30 દિવસની કાયમી રજા જે 300 રજા સુધી બિનકપાતી પગારની રજાનો લાભની સાથે કેટલીક કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાઓ અને મેડીકલ સુવિધાઓનો લાભ મળે તે માટેની માંગણીઓ સાથે હડતાળમાં ગ્રામીણ ડાક સેવકો જોડાતા ગ્રામ્ય વિસ્તારોમાં ખોરવાઈ જવા પામી છે.