દેશના વિભાજન સમયે હિંસા અને તિરસ્કારની છાયામાં વિસ્થાપિત થયેલા આપણા અસંખ્ય બહેનો અને ભાઈઓના ત્યાગ, સંઘર્ષ અને બલિદાનની યાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા દિવસ તરીકે જાહેર કરાતા દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વના આગલા દિવસે આ દિવસ મનાવાય છે. જે અંતર્ગત ગોધરા ખાતે આવેલ બેંક ઓફ બરોડા દ્વારા આ દિવસની ઉજવણી કરાઇ.
જે અંગે પંચમહાલ લીડ ડ્રિસ્ટ્રીક્ટ મેનેજર એસ.કે.રાઓએ જણાવ્યું હતું કે, બેંક ઓફ બરોડાના ક્ષેત્રિય કાર્યાલય દ્વારા પાર્ટીશન હોરરર્સ રેમેમ્બ્રન્સ ડે ની ઉજવણી બેંક ઓફ બરોડા ગાંધીચોક શાખા ખાતે તા. 13 થી 15 ઓગસ્ટ સુધી સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવશે. જેમાં દેશના ભાગલા સમયે અસંખ્ય પરિવારના ત્યાગ, સંઘર્ષ અને બલિદાનની સ્મૃતિ તાજી કરતા પોસ્ટરોની પ્રદર્શની યોજવામાં આવશે.