ધોધંબા,થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના હાલોલ વિધાનસભા ઉમેદવાર ભરત રાઠવા ભાજપમાં જોડાયા હતા અને હાલ તેમના કાર્યકરો હોદ્દેદારો ભાજપમાં જોડાયા.
ઘોઘંબા તાલુકા ઉપપ્રમુખ જગદીશ પરમાર, પંચમહાલ જિલ્લા યુવા મંત્રી અજીતભાઈ, ઘોઘંબા મહામંત્રી વલસિંગ રાઠવા, માઈનોરીટી મંત્રી આરીફ મકરાણી, યુવા મંત્રી અને સહ સગઠન મત્રી કિરીટ પરમાર, મહામંત્રી રમેશભાઈ રડતાભાઇ રાઠવા, સહ સંગઠન મંત્રી રગલસીહ સોલંકી તેમજ કાર્યકર્તાઓ ભાજપમાં હાલોલ વિધાનસભા ના ઘારાસભ્ય અને પુર્વ મંત્રી જયદ્રથસિહ પરમાર દ્વારા ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટી માં જોડાયા.