ગોધરા,પંચમહાલ જિલ્લાના ધનોલ ગામના CRPF ફરજ બજાવતા ગોવિંદભાઈ હમીરભાઈ રાઠવા શહીદ થતા તેમના નશ્વરદેહને માદરે વતન લાવતા તેમની શહીદ યાત્રા કાઢીને તેમના અંતિમ સંસ્કાર ધનોલ મુકામે કરાયાં અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.
પંચમહાલ જિલ્લાના ધનોલ ગામના ગોવિદભાઈ હમીરભાઈ રાઠવા જેઓ આંધ્રપ્રદેશમાં CRPFમાં ફરજ બજાવતા હતા અને તેઓ શહીદ થતા તેઓના નશ્વરદેહને અંતિમવિધી માટે તેઓના વતન ધનોલ ખાતે લાવવામા આવ્યા હતા. ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે તેઓના વતન ધનોલ ખાતે તેમના કુટુંબના માણસોએ તેઓના સમાજની રીતી રિવાજ મુજબ અંતિમવીધી માટેની ત્યારીઓ કરી હતી અને આમ તેઓની અંતિમ યાત્રા પણ કાઢવામાં આવી હતી તેમજ વીર શહીદ ગોવિંદભાઈ હમીરભાઈ રાઠવાને CRPFના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર (સલામી) આપવામાં આવી હતી અને આમ વિર શહીદ ગોવિંદભાઈ હમીરભાઈ રાઠવાની સ્મશાન યાત્રામાં તેમના સમાજના સહિત અન્ય આશરે 3000 હજાર થી વધુ તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને તેઓની અંતિમવીધી યાત્રામાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને આમ તેઓની અંતિમ યાત્રા કાઢીને ટેવોના અંતિમ સંસ્કાર ધનોલ ખાતે કરવામાં આવ્યા હતા અને આમ આ આખું ગામ અંતિમ યાત્રામાં જોડાયું હતું.