પંચમહાલ જીલ્લા કલેકટર આશિષ કુમારના હસ્તે તા.12 ઓગસ્ટના રોજ વેજલપુર શહેરની મહલોન ચોકડી સ્થિત બેંક ઓફ બરોડાની નવી શાખા પરિસરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ શાખા અગાઉ રાયગઢ સોસાયટીમાં આવેલી હતી જે ગ્રાહકોની સુવિધા મુજબ શિફ્ટ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જીલ્લા કલેકટર જણાવ્યું હતું કે, ગ્રાહકો એ બેંકીંગ વ્યવસાયનો મુખ્ય આધાર છે. બેંક ઓફ બરોડા ગ્રાહકોને વધુ સારી બેંકીંગ સેવાઓ આપવા કટીબદ્ધ છે. ગોધરા પ્રદેશના રિજનલ મેનેજર કૌશલ કુમાર પાંડે, ડેપ્યુટી મેનેજર દીપક સિંહ રાવત,એલડીએમ સત્યેન્દ્ર રાવ અને બ્રાંચ મેનેજર રોહન રાહુલે કાર્યક્રમને અનુરૂપ સંબોધન કર્યું હતું.
કાર્યક્રમમાં રીજીયોનલ મેનેજર કૌશલ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, અટલ પેન્શન યોજના સહિતની સામાજીક સુરક્ષા અને વીમા યોજનાઓ ઉપરાંત, બેંકની કોર્પોરેટ સામાજીક જવાબદારીઓ હેઠળ કરવામાં આવતી કામગીરી અંગે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો અને બેંકની ગ્રાહક કેન્દ્રિત નીતિઓનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત, તમામ સરકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP), પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) વગેરે 45 શાખાઓ અને 300 થી વધુ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ (BC Points) દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.