ગોધરા,
વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત 5 ડિસેમ્બરના રોજ પંચમહાલ જિલ્લામાં મતદાન કરવામાં આવ્યું હતું. જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર મતદાન બાદ ઈવીએમ (ઇલેક્ટ્રોનીક વોટિંગ મશીન) ગોધરા (છબનપુર)ની સરકારી ઇજનેરી કોલેજ ખાતે સીલ મારી સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારના એજન્ટે કોમ્પ્યુટર અને વિડીયો બાબતે લગાવેલ આરોપનો જવાબ આપતા જિલ્લા ચૂંટણી અધિકારી સુજલ મયાત્રાએ જણાવ્યું કે ઓબ્ઝર્વરઓ હાજર હોઈ ચૂંટણીની પ્રક્રિયાના ભાગરૂપે ચૂંટણીના રિપોર્ટ બાબતે કોમ્પ્યુટર લઈ જવામાં આવ્યા હતા. તેમણે જાહેરાનામાનો ઉલ્લેખ કર્યો છે. તે સમયે અને ચૂંટણીના સમયે ઉમેદવારના એજન્ટ ત્યાં હાજર હતા તેમણે પ્રક્રિયાનો ઉપયોગ થતા જોયો છે. જે માત્રને માત્ર ચૂંટણીના રિપોર્ટ માટે કરવામાં આવે છે.
જાહેરનામાના ઉલ્લેખ બાબતે ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા અધિકારીઓ/કર્મચારીઓને કામગીરી બાબતે જાહેરનામામાં મુક્તિ આપેલ છે, તેનો પણ ઉલ્લેખ જાહેરનામામાં કરવામાં આવ્યો છે. વીડિયો બાબતે કહ્યું કે, તે તૈયારીઓ ચૂંટણીના મત ગણતરી હોલ માટે કરવામાં આવે છે. જેમાં ETPSB ની સીસ્ટમ માટે, રાઉન્ડ વાઈઝ ગણતરી માટે, ઓબ્ઝર્વરઓને રિપોર્ટ આપવા માટે, ઓનલાઈન ડેટા એન્ટ્રી માટે કરવામાં આવે છે. આથી આ બાબતે કરેલા આક્ષેપો સદંતર પાયાવિહોણા અને સત્યથી વેગળા છે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ બધા જ ઉમેદવારો અને સમગ્ર જનતાને આવા પ્રકારના ખોટા પ્રચારથી તથા સત્યથી દૂર હોય તેવા તથ્યોમાં ન પડવા અનુરોધ કર્યો હતો. જેથી શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી મતગણતરી કરાવી શકાય.